રણબીર કપૂરની એક્સ રાત્રે ૩ વાગ્યે આલિયાને મેસેજ કરીને સવાલો પૂછતી હતી

બોલિવૂડમાં એવી ઘણી ઓછી સુંદરીઓ છે જેમની ફ્રેન્ડશિપ અજોડ છે. જેમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે, મોડી રાત્રે કેટરીના કૈફ આલિયાને ઘણી વખત મેસેજ કરે છે અને તેને સવાલ પૂછે છે. હવે આ સવાલ શું છે અને આલિયા તેનો શું જવાબ આપે છે અમે તમને આગળ જણાવીશું.

આ દરમિયાન આ બંને અભિનેત્રીઓએ તેમની ફ્રેન્ડશિપ વિશે ખુલીને વાત કરી હતી. ત્યારપછી કેટરીનાએ જણાવ્યું કે, તેણે રાત્રે લગભગ ૨-૩ વાગે આલિયાને મેસેજ કર્યો હતો. આ પ્રશ્ર્ન ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલો હતો.

કેટરીના કૈફે શોમાં કહ્યું હતું કે, આલિયા તેની ઇન્સ્ટાગ્રામ રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તેની મદદ હલ કરે છે. મેં એકવાર તેને રાત્રે ૨-૩ વાગ્યે મેસેજ કર્યો હતો. મેં તેને મેસેજ કરીને પૂછ્યું હતું કે, મારો ફોટો ઇન્સ્ટાગ્રામ પર ફિટ નથી થઈ રહ્યો. આ માટે મારે શું કરવું જોઈએ? ત્યારે આલિયાએ કહ્યું કે, ફોટોની સાઈઝ ઘટાડવી પડશે. ત્યાર બાદ જ તે અપલોડ કરી શકશે. મેં પણ એવું જ કર્યું છતાં મારો ફોટો અપલોડ ન થયો.

કેટરીનાએ વધુમાં કહ્યું કે, મને પાછળથી ખબર પડી કે અત્યારે ઓલમોસ્ટ રાતના ૨ વાગ્યા હતા. આ પ્રશ્ર્ન પૂછવાનો આ યોગ્ય સમય નથી. મને બહુ ખરાબ લાગ્યું. કેટરીના આટલું બોલી કે આલિયા હસવા લાગી. ઉલ્લેખનીય છે કે, એક સમયે રણબીર કપૂર કેટરીનાને ડેટ કરતો હતો. કેટરીના સિવાય રણબીર દીપિકા પાદુકોણને પણ ડેટ કરી ચૂક્યો છે. બંને સાથે બ્રેકઅપ બાદ રણબીરે આલિયા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ હજુ પણ આલિયા અને કેટરીના સારા ફ્રેન્ડ્સ છે. કેટરીના, આલિયા અને પ્રિયંકા ચોપરા ફિલ્મ ’જી લે જરા’માં સાથે જોવા મળવાની હતી. પરંતુ હાલ આ ફિલ્મ અટકી પડી છે.