જૂનાગઢમાં પોલીસે ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો, ઘાસની આડમાં હેરાફેરી થતી હતી

જૂનાગઢમાં દારૂને પહોંચાડવા માટે બુટલેગરોએ નવો કીમિયો શોધી કાઢ્યો છે. તેઓ હવે ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી કરી છે. આમ પોલીસ એક પછી એક રસ્તા પકડતી જાય છે તેમ તેમ બુટલેગરો નવા-નવા રસ્તા શોધતા જાય છે. જૂનાગઢમાં ઘાસની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલે છે. ઘાસચારાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. આ સંદર્ભમાં રૂ. ૧૫ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મેંદરડાના લીલવા અને પાટરામાં દારૂ ઝડપાયો છે. ટ્રેક્ટરમાં સંતાડીને વિદેશી દારૂ લાવવામાં આવતો હતો. પોલીસ આવતા જ આરોપીઓ દારૂનો જથ્થો મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને આરોપીઓને પકડવા તલાશી અભિયાન આદર્યું છે.

હમણા સાત દિવસ પહેલાં પોલીસે બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી માણાવદરના ત્રણ યુવાનની અટકાયત કરી હતી. માણાવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાટવા રોડ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે માણાવદરના સરદારગઢપરા પટેલની સામે રહેતો દિલાવર ઉર્ફે કારો અસલમ કુરેશી અને માણાવદરના બહારપરાનો રવિ ઉર્ફે ઝંડુ નંદલાલ કુદનાણી નામના બે યુવાન બાઈક પર શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે બંનેને રોકી તલાશી લેતા તેમની પાસેથી રૂપિયા ૪,૮૦૦ ની કિંમતના ઇંગ્લિશ દારૂની બાર બોટલ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી.

આ દરમિયાન બંને યુવકને દારૂ આપવા માટે બાઈક પર દારૂ લઈને આવેલ બાટવાના હર્ષદ લખમણ કરંગીયાને પણ પોલીસે ઝડપી લીધો હતો અને ત્રણેય પાસેથી કુલ રૂપિયા ૪૯,૮૦૦નો મુદ્દામાલ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.