દાહોદ નેશનલ હાઈવે ૫૬ બિસ્માર બન્યો છે. રાજસ્થાનના ચિતોડગઢને જોડતો હાઇવે માત્ર નામનો જ રહી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બિસ્માર રસ્તાથી પૂરપાટ ઝડપે દોડતા વાહનોનો અકસ્માત થવાની ભીતિ રહેલી છે.
નેશનલ હાઈવેના બાંધકામ માટે કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા ખર્ચી નાંખે છે. દેશની પ્રગતિ રસ્તાઓથી થાય છે તેમ કહેવામાં આવે છે. પૈડું ક્રાંતિ લાવે છે તેમ આપણે જાણ્યું પરંતુ પૈડું જ જો ખાડામાં પડે તો! સામાન્ય વરસાદમાં હવે નગર, શહેરની અંદરના રસ્તાઓની સાથે હવે નેશનલ હાઇવે પર પણ મોટા મોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે
દાહોદમાં મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. અવારનવાર વાહનોને પણ નુક્સાન થાય છે. મોટા ખાડા પડી જવાથી અકસ્માતમાં પણ વધારો થયો છે. એટલું જનહીં, જીવનું જોખમ પણ રહેલું છે. બિસ્માર રસ્તાઓ સામે હવે સરકાર જોવે તો સારૂં