દે.બારીયાના છેવાડામાં ઝૂંપડપટ્ટીના બાળકોને અભ્યાસ માટે બહાર મોકલાયા

દે.બારીયા,

દેવગઢ બારીયાના છેવાડાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકો બહારગામ મજૂરીએ જાય ત્યારે તેમના નાના છોકરાઓને સાથે લઈ જાય છે અને થોડાક મોટા છોકરાઓને ઝૂંપડપટ્ટીમાં કોઈની ઘરે મૂકીને જતા રહે છે.પરિણામે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય છે અને રઝળપાટ કરતા હોય છે.આવા બીજા-3 છોકરાઓ અને 3 છોકરીઓ મળીને કુલ 6 બાળકોને આહાર ટ્રસ્ટ દ્વારા ત્રણ જોડી નવા કપડાં, ગરમ કપડાં, ટોપી, મોજ, ચંપલ, દફતર, નોટબુકો વગેરે શૈક્ષણિક સાધનો અપાવી તા.26-11-22ના રોજ શ્રમ મંદિર, સિંધરોટ ખાતે ના છાત્રાલયમાં મફત રહેવા, જમવા ઉપરાંત જેટલો અભ્યાસ કરવો હોય તદ્દન મફતના ધોરણે મુકવામાં આવ્યા. તેમાંથી એક છોકરાને રક્તપિત્તનો રોગ હોઈ અભ્યાસની સાથે તેની સારવાર પણ બિલકુલ મફત કરવામાં આવશે.