દિલ્હી કોચિંગ સેન્ટરના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-દિલ્હી સરકારને નોટિસ જારી કરી

જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં તાજેતરમાં બનેલી આ ઘટના દરેક માટે આંખ ખોલનારી છે. ખંડપીઠે કહ્યું, “આ સ્થાનો (કોચિંગ સેન્ટરો) ‘ડેથ ચેમ્બર’ બની ગયા છે. કોચિંગ સંસ્થાઓ ઓનલાઈન ચલાવી શકાય છે જ્યાં સુધી તેઓ સુરક્ષાના ધોરણો અને ગૌરવપૂર્ણ જીવન માટે મૂળભૂત ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ર્ચિત કરે છે. કોચિંગ સેન્ટરો દેશના વિવિધ ભાગોમાંથી આવતા ઉમેદવારોના જીવ સાથે રમત રમી રહ્યા છે.

નોંધનીય છે કે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં ૨૭ જુલાઈના રોજ એક મોટી દુર્ઘટના થઈ હતી. અહીં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી રાવ એકેડમીના ભોંયરામાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ૨૭ જુલાઈની સાંજે અચાનક વરસાદને કારણે પુસ્તકાલયમાં પાણી ભરાઈ ગયા હતા. મૃતકોમાં બે વિદ્યાર્થી અને એક મહિલા વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ત્રણેય યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા. મૃતકોની ઓળખ તેલંગાણાની રહેવાસી તાન્યા સોની, કેરળની રહેવાસી નેવિન ડાલવિન અને યુપીની રહેવાસી શ્રેયા યાદવ તરીકે થઈ છે. ૨૯ જુલાઈના રોજ દિલ્હીના મુખ્ય સચિવે પોતાનો રિપોર્ટ દિલ્હી સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે રાજેન્દ્ર નગર સ્થિત રાવ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટે ડ્રેનેજ સિસ્ટમને સંપૂર્ણપણે બ્લોક કરી દીધી હતી. ઉપરાંત, સંસ્થામાં કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી. આ રિપોર્ટમાં અનેક સવાલો ઉભા થયા છે.

એમસીડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં કોચિંગ સેન્ટર ચાલી રહ્યું હતું તે પ્રોપર્ટીની પાકગની ઊંચાઈ આસપાસની પ્રોપર્ટી કરતા ઓછી હતી. આ વિસ્તારની અન્ય ઈમારતોમાં ભારે પાણી ભરાઈ જવાના કિસ્સામાં, પાકગ વિસ્તારો અને ભોંયરાઓમાં વરસાદી પાણી પ્રવેશતા અટકાવવા માટે અવરોધક દિવાલો સ્થાપિત કરવામાં આવી હતી. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કોચિંગ સેન્ટર બિલ્ડિંગના સિક્યોરિટી સ્ટાફે કોઈ તકેદારી રાખી ન હતી, જેના કારણે પાણી રોકાયા વિના પાકગ એરિયાને પાર કરીને ભોંયરામાં ઘૂસી ગયું હતું.

આ દુખદ ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોતનો મામલો પણ કોર્ટમાં પહોંચ્યો છે. આ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં પહેલા ૩૧ જુલાઈ અને પછી ૨ ઓગસ્ટે થઈ હતી. પ્રથમ દિવસની સુનાવણી દરમિયાન, કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહનની આગેવાની હેઠળની બેન્ચે કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ અંગે અધિકારીઓને ઠપકો આપ્યો હતો. બેન્ચે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે એક વિચિત્ર તપાસ ચાલી રહી છે જેમાં પોલીસ કાર ચલાવતા રાહદારી સામે કાર્યવાહી કરી રહી છે, પરંતુ સ્ઝ્રડ્ઢ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કોર્ટે પૂછ્યું હતું કે શું હજુ સુધી કોઈ એમસીડી અધિકારીની અટકાયત કરવામાં આવી છે? એમ પણ પૂછ્યું કે શું આ મામલે એમસીડીના અધિકારીઓની તપાસ કરવામાં આવી?