- જયારે 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ
ઘોઘંબા તાલુકાના દેવલીકુવા (ફાટા મહુડા)ગામે ભમ્મરીયા ફળિયામાં છ જેટલા આરોપી ઈસમો દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ પેટીઓ નંગ-174 તેમજ છુટા કવાટરીયા નંગ-1824 કિ.રૂ.10,17,600/-નો જથ્થો, ટ્રેકટરની ટ્રોલીમાંથી ભરેલ પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-3888 મળી કુલ કિ.રૂ.14,06,400/-નો દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હોય તે સમયે દામાવાવ પોલીસે રેઈડ કરી કુલ કિ.રૂ.25,31,400/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના દેવલીકુવા(ફાટા મહુડા)ભમ્મરીયા ફળિયામાં આરોપી ઈસમો ભેગા મળી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો આર્થિક ફાયદા માટે મંગાવીને સંતાડી રાખેલ હોય અને ઈસમો દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હોય તેવી બાતમીના આધારે દામાવાવ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-174 તથા છુટા કવાટરીયા નંગ-1824 મળી કિ.રૂ.10,17,600/-તેમજ ટ્રેકટરની ટ્રોલીમાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-3888 કિ.રૂ.3,88,800/-મળી કુલ રૂ.14,06,400/-નો દારૂનો જથ્થો તેમજ વાહનો હેરાફેરી લાવેલ હોય તેવા હ્યુન્ડાઈ ગાડી નં.-જીજે-17-સીઈ-8408, ટ્રેકટર નં.-જીજે-17-બીએચ-4341, અપાચી બાઈક નં.જીજે-17-સીસી-0289, હિરો ડિલક્ષ બાઈક નં.-જીજે-17-એસી-7756 તથા મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ કિ.રૂ.25,31,400/-ના મુદ્દામાલ સાથે આરોપીઓ પુષ્પેન્દ્રસિંહ ઉર્ફે લાલો કિરીટસિંહ ઠાકોર(સીમલીયા, ઘોઘંબા), દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવરાજસિંહ અર્જુનસિંહ ચોૈહાણ(રહે.સીમલીયા કોલેજ, બાજુમાં)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જયારે આરોપીઓ હરપાલસિંહ દિલીપસિંહ ઠાકોર(રહે.સીમલીયા, ઘોઘંબા), મુકેશભાઈ નટવરસિંહ ચોૈહાણ(રહે.સીમલીયા), રાકેશ ઉર્ફે થકો પ્રવિણભાઈ ઠાકોર(રહે.સીમલીયા), સંપતભાઈ અનોપભાઈ બારીયા(રહે.દેવલીકુવા, ફાટામહુડા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે.