મોરવા(હ)તાલુકાના દેલોચ ગામે વડલી બળિયાદેવ મંદિર પાસે રોડ ઉપરથી બાઈક ચાલક દંપતિ પસાર થતાં હતા ત્યારે મોરા તરફથી આવતી બાઈક સાથે અથડાવી જતાં એક વ્યકિતનુ મોત નીપજયું હતુ. જયારે મહિલાને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના વાલૈયા ગામે રહેતા રાજપાલભાઈ ગુલાબભાઈ નીસરતા તેમની પત્નિ ઈલાબેન સાથે બાઈક નં.-જીજે-17-સીસી-4711 લઈને વાલૈયાથી દેલોચ તરફ જતા હતા ત્યારે વડલી બળિયાદેવ મંદિર પાસે મોરા તરફથી આવતી બાઈક નં.-જીજે-17-બીઆર-8835 ના ચાલક અનીલભાઈ કનુભાઈ ઝાલેૈયા(રહે.દેલોચ, મોરવા(હ)પોતાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાજપાલભાઈની બાઈકને ટકકર મારતા ચાલકને માથાના ભાગે તથા મોંઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. તેમજ ઈલાબેનને શરીરે ઈજાઓ પહોંચી હતી. આરોપી અનીલભાઈ પોતાને તેમજ પાછળ બેઠેલ વિપુલભાઈ દિનેશભાઈ ઝાલૈયાને શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.