દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામેથી પોલીસે વિદેશી દારૂના રૂા.64,800ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. 2,64,800નો મુદ્દામાલ કબજે કર્યાનું જ્યારે પોલીસને જોઈ ગાડીનો ચાલક ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
ગત તા.05મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ડભવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે પોલીસને દુરથી જોઈ બોલેરો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની બોલેરો ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.480 કિંમત રૂા.64,800ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.2,64,800નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.