વિદ્યાર્થી વિજ્ઞાન મંથન માટે 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે

વિજ્ઞાન ગુર્જરીની વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM )2024 જાહેર નેશનલ સાયન્સ મુવમેન્ટ માટે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતી(VIBHA) તેમજ એનસીઈઆરટી (NCERT) તથા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ(NCSM) દ્વારા દેશભરના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોર્ડીનેટર કમલેશ લીમ્બાચીયા વધુમાં જણાવે છે કે ભારતની સૌથી વિશાળ ફલક ઉપર લેવાતી ઓનલાઇન ટેલેન્ટ સર્ચ એક્ઝામ છે. જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વધુમાં વધુ રસ લઈ અને વૈજ્ઞાનિક બનવા માટે પ્રેરણા પ્રવૃત્તિ છે. જે ધોરણ 6 થી 11 વિદ્યાર્થીઓ માટે જ છે. જેમાં બહુ વૈકલ્પિક પ્રશ્ર્નો પૂછવામાં આવે છે.

વિદ્યાર્થી જે ધોરણમાં હોય તેના ગણિત વિજ્ઞાનના 50% પ્રશ્ર્ન .તેમજ ભારતીય વૈજ્ઞાનિકની પીડીએફ ફાઈલ આપવામાં આવે છે. જેમાંથી 50% પ્રશ્ર્ન પૂછવામાં આવે છે. આ પરીક્ષા શાળા અને જીલ્લા કક્ષાએ ઓનલાઈન તથા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઓફલાઈન આપવાની રહેશે. રાજ્ય કક્ષાએ 5000 રૂપિયા, 3000 રૂપિયા અને 2000 રૂપિયા અને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપવામાં આવશે નેશનલ કક્ષાએ 25000 રૂપિયા, 15000 રૂપિયા, 10000 રૂપિયા તથા ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે .

આ ઉપરાંત દર મહિને 2000 રૂપિયા સ્કોલરશીપ એક વર્ષ માટે ઈસરો, બીએઆરસી જેવી ખ્યાતના સંસ્થાઓમાં ત્રણ અઠવાડિયા માટે ઇન્ટરશીપમાં ભાગ લેવાની અમૂલ્ય તક પણ મળશે. ભાગ લેવા માંગતી શાળાઓ કે વ્યક્તિગત વિદ્યાર્થીઓટટખ વેબસાઈટમાં https:vvm.org.in 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે. વધુ માહિતી માટે દાહોદ જીલ્લા કોર્ડીનેટર ચેતનકુમાર પટેલ આચાર્ય જે (કે) એમ.તન્ના હાઇસ્કુલ ગાંગરડીનો સંપર્ક કરો.