ખેડા જીલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા. 05 ઓગસ્ટના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ/ખાતમુહુર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
જીલ્લાના 23 ગામોમાં રૂ. 84.19 લાખના કુલ 40 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. ઠાસરા, મહેમદાવાદ, ખેડા, કપડવંજ અને મહુધા તાલુકાના 23 જેટલા ગામડાઓમાં રૂ. 67.70 લાખનાં 30 વિકાસકામોનું લોકાર્પણ અને રૂ. 16.49 લાખનાં 10 વિકાસકામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતું.
આ કામોમાં પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.
નોંધનીય છે કે, આવતી કાલે તા. 6 ઓગસ્ટના રોજ જીલ્લાનાં 23 ગામોમાં રૂ. 46.16 લાખના કુલ 27 કામોનું ખાતમુહુર્ત/લોકાર્પણ કરવામાં આવશે.