મહિસાગર જીલ્લામાં વાલ્મીકી સમાજના બે નિરીક્ષકો છુટા કરતાં તેમજ મકાન સહાયનો ત્રીજો હપ્તો નહિ ચુકવાતા આવેદન

મહીસાગર જીલ્લામાં વાલ્મિકી સમાજના બે લોકોને નિરીક્ષકમાં હતા તેમ છતાં છુટા કરી દેવામાં આવતા અને મકાન સહાયમાં બીજા અને ત્રીજા હપ્તા ન ચૂકવતા જીલ્લા કલેકટરને વાલ્મિકી સમાજ દ્વારા આવેદન પત્ર આપવવામાં આવ્યું.

મહીસાગર જીલ્લામાં વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષક માંથી છૂટા કરવા તેમજ વાલ્મિકી સમાજના લોકોના મકાનના બીજા અને ત્રીજા હપ્તા જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ખાંટ દ્વારા ન ચુકવાતા અને વાલ્મિકી સમાજના બે ભાઈઓને નિરીક્ષક માંથી છુટા કરી પોતાના સગા સંબંધીને નિરીક્ષકમાં લેતા વાલ્મિકી સમાજ દ્વારા આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમ જ સૂત્રોચાર કરવામાં આવ્યો હતો.

વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજીભાઈ ભગત દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું કે, કે.વી.ખાંટ દ્વારા વાલ્મિકી સમાજના લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. તેમજ સમાજ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા.