ફતેપુરામાં આધ્યશક્તિ મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી

  • મોટી સંખ્યામાં મહિલાઓ એ કાવડ યાત્રામાં ભાગ લઈ આખું વાતાવરણ ભક્તિમય કરી દીધું.

ફતેપુરામાં તા.5 આજરોજ શ્રાવણ પ્રથમ સોમવારે ભવ્ય આધ્યશક્તિ મહીલા મંડળ દ્વારા કાવડ યાત્રા યોજવામાં આવી. કાવડ યાત્રાએ લોકોમાં અનેરૂં આકર્ષણ ઉભુ કર્યું હતું. ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ તેમજ નાની નાની બાળકીઓએ પણ કાવડ યાત્રા માં ભાગ લીધો હતો. આ કાવડ યાત્રા ભક્તિભાવ વાળા વાતાવરણ તેમજ ઝરમર વરસાદની વાંચે યોજાઈ હતી. આખી કાવડ યાત્રા દરમિયાન ઓમ નમ: શિવાયના પવિત્ર મંત્ર સાથે વાતાવરણ ગુંજતુ જોવા મળતું હતું. કાવડમા પવિત્ર જળ લઇ ભગવાનને અભિષેક કરવાનો અનેરો ઉત્સાહ મહિલાઓમા જોવા મળતો હતો.

મહિલાઓ દ્વારા કાઢવામાં આવેલ કાવડ યાત્રામા મહિલાઓમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળતો હતો. આ કાવડ યાત્રા ભગવાન નિલકંઠ મહાદેવ વડવાસ મંદિર થી ફતેપુરા નગરમાં ફરી કામેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ મહિલાઓએ ભગવાન મહાદેવને સર્વ લોકોનું કલ્યાણ થાય સુખ શાંતિ અને આવનાર વર્ષ સારૂં જાય તેવી પ્રાર્થના ભોળાનાથ પાસે કરી હતી, તેમજ ધર્મનો જય જયકાર રહે અને અધર્મનો નાશ થાય તેવી યાચના ભોળાનાથ પાસે કરવામાં આવી હતી.

આખું મંદિર પરિસર બોલ બમ જય બમ અને હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયું હતું તેમજ ધર્મ ધર્મનો જય કાર બોલાવતા, ધર્મનું પ્રતિક એવો કેશરીયો ધ્વજ સદા લહેરાતો રહે તેવા આશીષ સાથે આખું નગર ધાર્મિકતાના રંગે રંગાયુ હતું અને આવનાર દરેક લોકો ભક્તિમય વાતાવરણમા લીન જોવા મળતા હતા. ફતેપુરા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ દ્વારા ખુબજ મહેનત કરી કાર્યકમ યોજી સફળ બનાવ્યો હતો.