કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકના પોકસોના ગુનાના વોન્ટેડ આરોપી અંગે મળેલ બાતમીના આધારે પેરોલ સ્કવોર્ડએ કણજર પાદરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકના પોકસોના ગુનાનો વોન્ટેડ આરોપી ભદ્રેશભાઈ સુરેશભાઇ વાળંદ (રહે. ગેંગડીયા, તા. તિલકવાડા, નર્મદા) અંગે પંચમહાલ પેરોલ ર્સ્કોડને બાતમી મળી હતી કે, આરોપી કણજર ગામે હાજર છે. તેવી બાતમીના આધારે છાપો મારી આરોપીને ઝડપી પાડી વેજલપુર પોલીસ મથકે સોંપવામાં આવ્યો.