દેશમાં મોનસૂન ટ્રેકર:મધ્યપ્રદેશમાં બેતવા-નર્મદા છલકાઈ, યુપીમાં ૫ અને રાજસ્થાનમાં ૪ના મોત; ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશભરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે.હવામાન વિભાગે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત ૧૨ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ ના વિદિશામાં બેતવા નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું છે. નર્મદાપુરમમાં નર્મદા ભયજનક નિશાનની નજીક છે.

ઉત્તરપ્રદેશમાં વરસાદને કારણે ૬ જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૫ના મોત થયા છે. પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં બલિયા, લખીમપુર ખીરી, ફરુખાબાદ, સીતાપુર, બિજનૌર અને બારાબંકીનો સમાવેશ થાય છે. બદાયુંના કાચલા બ્રિજ પર ગંગા નદી ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. લલિતપુરમાં ૬ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

રાજસ્થાનના જોધપુરમાં વરસાદના કારણે દિવાલ ધરાશાયી થતા ૩ મજૂરોના મોત થયા છે. જોધપુરના બાલેસરમાં રાત્રે એક યુવકે ગોટાવર ડેમમાં ડૂબી જવાથી જીવ ગુમાવ્યો હતો.

ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં ૧૭ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રાના રૂટ પરથી ૧૦ હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે, જેમાંથી ૨ના મોત કેદારનાથ માર્ગ પર થયા છે. રવિવારે પણ, ચિનૂક અને એમઆઇ ૧૭ હેલિકોપ્ટર દ્વારા ૪૦૦ મુસાફરોને લિંચોલીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડ અને પૂરથી અસરગ્રસ્ત ૧૭ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાં કેદારનાથ યાત્રા દરમિયાન ફસાયેલા શ્રદ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત પુલ, પડી ગયેલા ઈલેક્ટ્રીક પોલ અને કોમ્યુનિકેશન લાઈનોને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત થયા છે, જેમાંથી ૨ યાત્રાના રૂટ પર મૃત્યુ પામ્યા છે.

કેદારનાથ યાત્રાના રૂટ પરથી અત્યાર સુધીમાં ૧૦ હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કેદારનાથથી ૪૦૦ મુસાફરોને ચિનૂક અને હેલિકોપ્ટર દ્વારા લિંચોલીમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બચાવ કાર્યમાં રોકાયેલા હેલિકોપ્ટરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હેલિપેડ પર ૫૭૦ મુસાફરો એરલિફ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.

સેનાએ કેદારનાથ નેશનલ હાઈવે પર સોનપ્રયાગ-ગૌરીકુંડ વચ્ચેના રસ્તા પર ફૂટ બ્રિજનું નિર્માણ શરૂ કરી દીધું છે.એનડીઆરએફ,એસડીઆરએફ અને અન્ય સુરક્ષા દળોની મદદથી બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યારે પણ કેદારનાથ જિલ્લા વહીવટીતંત્ર બીકેટીસી અને તીર્થ પુરોહિત સમાજ લોકોને ભોજન અને પાણી પૂરું પાડી રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેટ પણ મોકલવામાં આવી રહ્યા છે.

રામબાડા ચૌમાસી ટ્રેક પરથી અત્યાર સુધીમાં ૫૩૪થી વધુ મુસાફરો અને સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ લોકોને મફત બસ સેવા આપવાનું કહ્યું છે. લોકોને બસો દ્વારા આરામના ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. અહીં તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા છે. લિંનચોલી, ભીમ્બલી, ઘોરાપડાવ અને રામબાડા સહિત કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ઘણી જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકોને શોધવા માટે સ્નિફર ડોગ્સની બે ટીમોની મદદ લેવામાં આવી રહી છે. જંગલોમાં લોકોની શોધ ચાલુ છે.

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખડકવાસલા, મૂળશી, પવન અને અન્ય ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. રવિવારે ખડકવાસલા ડેમમાંથી ૩૫ હજાર ક્યુસેક (ક્યૂસેક પ્રતિ સેકન્ડ) પાણી છોડવામાં આવ્યું હતું. પુણેના ઘણા નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં છે. લોકોને બચાવવા અને મદદ કરવા માટે ભારતીય સેના, NDRF અને SDRF ની ટીમો તહેનાત કરવામાં આવી છે.હવામાન વિભાગે પુણે અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. નદીઓ અને ડેમની નજીકના જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ૨૫મી જુલાઈએ ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવાને કારણે સિંહગઢ રોડ પર મુથા નદીના કિનારાનો વિસ્તાર છલકાઈ ગયો હતો.

હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી મિઝોરમમાં ભારે વરસાદની આગાહી કરી છે. અધિકારીઓએ કહ્યું કે રાજ્ય, જિલ્લા અને ગ્રામ્ય સ્તરની આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સોમવારે મિઝોરમમાં મોટાભાગના સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ,

આઇએમડીએ જણાવ્યું હતું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ , ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, ત્રિપુરા, ઓડિશા, ઝારખંડ, તમિલનાડુ, કેરળ, કર્ણાટકમાં ૬ ઓગસ્ટે વરસાદની આગાહી કરી છે.

જોધપુરમાં ભારે વરસાદ દરમિયાન ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ હતી. તેમાં ૧૩ મજૂરો દટાયા હતા, જેમાંથી ૩ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એકની હાલત ગંભીર છે. ભારે વરસાદને કારણે અજમેર, જેસલમેર અને બુંદીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. છ જિલ્લાઓ માટે યલો એલર્ટ છે. બિહારના ૮ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે

બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. પહાડોમાં વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યના ૧૯ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. જેમાંથી ૮ જિલ્લામાં ભારે વરસાદ અને ૧૧ જિલ્લામાં હળવા વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિના કાઝામાં સાંજે ફરી વાદળ ફાટ્યું. જેના કારણે બે વાહનો તણાઈ ગયા હતા. અગાઉ, બુધવારે મોડીરાતે વાદળ ફાટવાને કારણે શિમલાના સમેજ, કુલ્લુના બાગીપુલ અને મંડીના ચૌહરઘાટીમાં ગુમ થયેલા ૪૬ લોકોનો કોઈ પત્તો ૧૦૦ કલાક પછી પણ મળી શક્યો નથી.

બંગાળની ખાડીમાં દબાણ સમગ્ર પંજાબના ચોમાસાને અસર કરી રહ્યું છે. દબાણને કારણે ભેજવાળા પવનો પંજાબ તરફ આગળ વધી શક્તા નથી. આ કારણે હવામાન વિભાગ દ્વારા ૬-૭ ઓગસ્ટે જારી કરાયેલ યલો એલર્ટ પણ રદ કરવામાં આવ્યું છે. હવે આશા છે કે ૭ ઓગસ્ટે પંજાબમાં વરસાદ પડશે અને લોકોને ગરમીથી રાહત મળશે. છત્તીસગઢમાં સુરગુજા ડિવિઝનના ૬ જિલ્લામાં આગામી બે દિવસ સુધી વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૦૨.૩ મીમી વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા ૧૩ ટકા વધુ છે. અત્યાર સુધી ૬૨૨.૯% વરસાદ પડવાનો હતો. રાજ્યના ૧૨ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે, બે જિલ્લા એવા છે કે જ્યાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ૧૭ જિલ્લામાં સામાન્ય વરસાદ થયો છે અને ચાર જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ થયો છે.