દાહોદ શહેર સહિત જીલ્લામાં દિવસાના દિવસે માં દશામાના ભક્તોએ ભક્તિ ભાવપૂર્વક તેમજ હર્ષો ઉલ્લાસ સાથે માં દશાર્માંની પ્રતિમાને પોતપોતાના ઘરોમાં વિધિવત રૂપે સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત દિવાસાના દિવસની પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ શહેર સહિત જીલ્લામાં આકર્ષક અને સુંદર એવી માં દશામા ની મૂર્તિઓએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. માં દશામા ના ભક્તો દ્વારા દસ દિવસ સુધી માંની પૂજા અર્ચના તેમજ ભક્તિમાં લીન થઈ જવા માટે ભક્તો દ્વારા આગોતરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. ત્યારે આજરોજ દિવાસાના દિવસે માં દશામા ના ભક્તોએ વાંચતે ગાજતે મા દશામા ની પ્રતિમાઓને પોતપોતાના ઘરોમાં વિધિવત રૂપે સ્થાપના કરવામાં આવી હતી.
રોજ રાત્રિના સમયેથી જ માં દશામા ની મૂર્તિઓને લઈ જવા માટે માઇ ભક્તો દ્વારા ઢોલ નગારા તેમજ ડીજેના તાલે માંની પ્રતિમાઓને પોતપોતાના ઘરે લઈ જવામાં આવી હતી. દસ દિવસ સુધી માં દશામાની પૂજા અર્ચના તેમજ ભક્તિ કરી માઈ ભક્તો દ્વારા માં દશામાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. દસ દિવસ સુધી માઇ ભક્તો દ્વારા ઘરમાં સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ત્યારે આજ રોજ દિવસનો પર્વ હોય દિવસ આ પર્વની પણ શહેર સહિત જીલ્લાવાસીઓ દ્વારા ધામધૂમ પૂર્વક તેમજ ભક્તિભાવ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.