ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ

ગોધરા,

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951 ની કલમ-126(એ)ની પેટા કલમ-1 હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.12/11/2022(શનિવાર)ના સવારના 8-00 વાગ્યાથી તા.05/12/2022(સોમવાર)ના સાંજના 5-30 વાગ્યા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું જેના બદલે તા.12/11/2022 (શનિવાર)ના સવારના 8-00 વાગ્યાથી તા.05/12/2022 (સોમવાર)ના સાંજના 6:30 વાગ્યા દરમ્યાન નક્કી કરતું મતદાન પુરૂ થવાના કલાક સાથે પુરા થતા 48 કલાકના સમયગાળા દરમ્યાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL)સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઇપણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારીત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-126(1)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.