- રસ્તો રીપેર ન કરી તંત્ર દ્વારા મોટા પથ્થર નાખી દેવામાં આવતા બાળકોના પગમાં વાગી જવાના બનાવો.
ઝાલોદ નગર પાલિકા વોર્ડ નંબર 8 ના માંડલીખુંટા વિસ્તારના નાગરિકો દ્વારા સ્કૂલ પર આવવા જવાના રસ્તો બનાવવા માટે કેટલીય વાર માંગ કરવા છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહેલ છે. આ રસ્તા પર બાળકોને સ્કૂલમા જવાનો રસ્તો આવેલ છે. વરસાદી માહોલમાં હાલ આખો રસ્તો કાદવ કીચડ થી ખદબદતો જોવા મળે છે. આ કાદવ કીચડ વાળા રસ્તે બાળકો સ્કૂલમા અવર જવર કરતા હોય છે. આ કાદવ કીચડ વાળા રસ્તે ખાડાઓમાં પથ્થરો નાખી દેવામાં આવતા ગામડાના બૂટ ચપ્પલ વગર આવતા બાળકોને વાગી જવાના બનાવો પણ બનેલ છે તેમજ આ રસ્તા પર બાળકો ગંદકી માંથી નીકળતા પડી જવાના બનાવો પણ બનેલ છે.
આ બિસ્માર અને તૂટેલા રસ્તાને લઈ અહીં રહેતા લોકો સાથે ઓરમાયુ વર્તન પાલિકા અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલ છે તેવું લાગી રહેલ છે. ભારત દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા પણ આ રસ્તો એક વાર બનાવવામાં આવ્યા બાદ વર્ષો વીતી ગયા પછી કેટલીય રજૂઆતો કર્યા બાદ પણ રસ્તો બનાવવામાં આવી રહેલ નથી. શાળાએ જતા નાના બાળકોને જીવને જોખમે જવું પડે છે તેમજ આ વરસાદી માહોલમાં ગંદકીમાં આવન જાવન કરવું પડતું હોવાથી બાળકો રોડ પર ખાડા અને ગંદકીના કારણે શાળાએ જતા નથી. કેટલીય વાર એવું પણ બને છે કે ગંદકીમાં જતા બાળકો પર આવન જાવન કરતી બાઇક દ્વારા છાંટા ઉડતા બાળકોના કપડા ગંદા થયેલ હોય છે. હાલ તો અહીં રહેતા લોકો દ્વારા આ રસ્તો જલ્દી બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.