કાલોલના સમા ગામના યુવાન મોતના ખોટો સમાચાર પ્રકાશીત થતાં પરિવારજનો ચિંતીત

કાલોલ,
કાલોલ તાલુકાના સમા ગામના પરીણિત યુવાનના પ્રેમ પ્રકરણમાં યુવાનનું મોતના સમાચાર પ્રકાશીત થતાં પરિવારજનો ચિંતીત થયા હતા. ખરેખર પ્રેમ પ્રકરણના કિસ્સામાંં યુવાનને ઝેરના પારખાં દેખાડવા દવા ગટગટાવી હતી પણ તાત્કાલીક સારવાર મળતાં પરણિત યુવાન બચી જવા પામ્યો હતો. યુવાન દવાખાનામાં જીવિત હોઈ સમાચાર પત્રોમાં મૃત્યુ પામ્યાના સમાચાર આવતાં પરિવારજનો સગાસંબધીઓ અચંબામાં પામ્યા હતા. ત્યારે પ્રેમ પ્રકરણના કિસ્સામાં યુવાનના મૃત્યુના સમાચાર ખોટા આવતા પોલીસ અને દવાખાનાનો સ્ટાફ પણ એક પક્ષે દોડતો થઈ ગયો હતો અને પરિવારજનોના સગા સંબંધી પણ દવાખાને આંટા ફેરા મારતા થઈ ગયા હતા. ત્યારે હવે પરણિત યુવાનનું પ્રેમ પ્રકરણ અંગે પોલીસનો તપાસ કેવો ધમધમે છે તે જોવાનું રહ્યું છે.