એમસીડીમાં એલ્ડરમેનની નિમણૂક કરવાનો અધિકાર કોને છે? આજેે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

દિલ્હીમાં એમસીડીમાં એલ્ડરમેનની નિમણૂક કરવાના અધિકારને લઈને ગયા વર્ષથી દિલ્હી સરકાર અને ન્ય્ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. દિલ્હી સરકારે કહ્યું કે દિલ્હી સરકારને એલ્ડરમેનની નિમણૂક કરવાનો અધિકાર છે, આમ આદમી પાર્ટી આ મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ હતી, ત્યારબાદ હવે સોમવારે એટલે કે ૫ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય આપશે.

આમ આદમી પાર્ટી અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના વચ્ચેના સંબંધો હંમેશા તનાવપૂર્ણ જોવા મળે છે, ગયા વર્ષે ૧૭ મેના રોજ એલજી અને દિલ્હી સરકાર વચ્ચે એલ્ડરમેનને લઈને વિવાદ થયો હતો. દિલ્હી સરકારે કહ્યું કે એલજીએ કેબિનેટની સલાહ લીધા વિના એમસીડીમાં ૧૦ એલ્ડરમેન (નોમિનેટેડ કાઉન્સિલર) ની નિમણૂક કરી, ત્યારબાદ દિલ્હી સરકાર ગયા વર્ષે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ.

દિલ્હીની કેજરીવાલ સરકારે કહ્યું કે અગાઉ પણ ચૂંટાયેલી સરકાર દિલ્હીમાં એલ્ડરમેનની નિમણૂક કરતી હતી, હવે પણ તે સરકારનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે મે ૨૦૨૩માં આ કેસની સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો, એટલે કે ૧૫ મહિનાથી વધુ સમય સુધી નિર્ણય અનામત રાખ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ ૫ ઓગસ્ટે આ મામલે પોતાનો નિર્ણય આપશે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચ આ મામલે ચુકાદો આપશે. દિલ્હી સરકારે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે ૧૯૯૧માં બંધારણના અનુચ્છેદ ૨૩૯છછના અમલ પછી આ પ્રથમ વખત છે જ્યારે ન્ય્ એ ચૂંટાયેલી સરકારને સંપૂર્ણપણે બાયપાસ કરીને એલ્ડરમેનને નોમિનેટ કર્યો હતો. ગયા વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હીના એલજી વીકે સક્સેના પાસેથી જવાબ માંગ્યો હતો.

ગયા વર્ષે જ સુનાવણી દરમિયાન, સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે ટિપ્પણી કરી હતી કે એલ્ડરમેન તરીકે એલજીની નિમણૂક એમસીડીની લોક્તાંત્રિક કામગીરીને અસ્થિર કરી શકે છે. જોકે, કોર્ટે મે ૨૦૨૩માં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી સરકાર વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી, એડવોકેટ શાદાન ફરસાત અને નતાશા મહેશ્ર્વરી અને એલજી વતી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈન હાજર થયા હતા.