ગોધરા,
પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પાનમ યોજના વર્તુળ ગોધરા અને ભાદર નહેર વિતરણ લુણાવાડાની સિંચાઈ યોજના ના 29 જેટલા રોજમદારોને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોકરીમાં પુન:સ્થાપિત કરવાનો આદેશ થતા વર્ષો પછી તા.24/11/22 રોજથી ફરજ ઉપર હાજર કરતા કામદાર પરિવારોમાં તેમજ સિંચાઈ વિભાગના કામદાર પરિવારોમાં આનંદ ઉલ્લાસની લાગણી પ્રવૃત્તિ છે.
પંચમહાલ જિલ્લાના પાનમ યોજના વર્તુળ પાનમ ડેમ તથા ભાદર નહેર વિતરણ લુણાવાડાની કચેરીમાં વર્ષોથી રોજમદાર તરીકે 29 જેટલા રોજમદારો ફરજ બજાવતા હતા ફરજના અરસા દરમિયા તેઓને તેમન નોકરીમાં પ્રત્યેક વર્ષોમાં 240 દિવસ કરતાં વધુ કામગીરી કરી હોવા છતાં સંસ્થાએ કામદારોને ગેરકાયદેસર રીતે છૂટા કરી દીધેલ આ તમામ કામદારોએ આ બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરતા તમામ કામદારોને સંસ્થાએ ગેરકાયદેસર રીતે મજૂર કાયદાની જોગવાઈ વિરૂદ્ધ નોકરી માંથી છૂટા કરેલ હોવાને કારણેઆઈડી એક્ટ ની કલમ 25 એચ અને 25 એફ નો ભંગ કરી છૂટા કરેલા 29 જેટલા કામદારોને પુન: નોકરી પર લેવા બાબતે મદદનીશ મજૂર કમિશનર ગોધરા પંચમહાલ સમક્ષ ઔદ્યોગિક વિવાદ ધારા 1947 ની કલમ 10 (1) હેઠળ પડેલા દિવસોના પુરા પગાર સહીત નોકરીમાં પુન:સ્થાપિત કરવા ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદ બાબતે બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન ન થતા આ કેસ નામદાર મજૂરોના ગોધરા સમક્ષ રેફરન્સ કરવામાં આવેલ જે કામે ફેડરેશન દ્વારા માલિક અને કામદા તરી કે ના સંબંધો પ્રસ્થાપિત કરતા જરૂરી દસ્તાવેજો રજૂ કરેલ તેમજ સામા વાળા ના કબજા હેઠળ ના દસ્તાવેજો રજૂ કરાવી રોજમદારોએ તેમની નોકરી અરસા દરમિયાન પ્રત્યેક વર્ષમાં 240 દિવસની કામગીરી કરી હોવા થી આઇડી એક્ટ ની કલમ 25 બી મુજબ સળંગ નોકરીની વ્યાખ્યામાં તેઓનો સમાવેશ થવાના પુરવાર રજુ કરી કરાવી ફેડરેશનના પેનલ એડવોકેટ સીતેશએ ભોઈ તથા વૈભવ આઈ ભોઈ દ્વારા સંયુક્ત દલીલો કરતા ફેડરેશનની દલીલો ધ્યાને લઈ 29 કામદારોને નોકરીમાં પુન: સ્થાપિત કરવા તથા પડેલા દિવસોનો પગાર ચૂકવી આપવા બદલે પ્રત્યેક કામદારને ઉચ્ચક રૂપિયા 85 હજાર ચૂકવવાનોનો આદેશ કરેલ જે આદેથી નારાજ થઈ સામુહિક કામદારોએ ફેડરેશન પ્રમુખ એ.એસ ભોઈ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ દાખલ કરી હુકમને પડકારેલ જે કેસ ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વારા મજુર અદાલત ગોધરાનો નોકરી તથા પડેલા દિવસોનો પગાર પેટે રૂપિયા 85 હજાર ચૂકવવા થયેલ આદેશમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વાર તે હુકમ મોડીફાઇ કરી તમામ કામદારોને ઉચ્ચક નાણા ચુકવવાની જગ્યાએ તેમની સળંગ નોકરી ગણી મૂળ જગ્યાએ પુન:સ્થાપિત કરવાનો આદેશ કરેલ જે આદેશ નો અમલ કરવામાં સમકક્ષ અધિકારીઓ નિષ્ફળ જતા તે હુકમનું પાલન કરવા કામદારો વતી ફેડરેશન દ્વારા ક્ધટેમન્ટ ઓફ કોર્ટ ની કાનૂની કાર્યવાહી હાથ ધરતા આ તમામ કામદારોને તાકીદે તેમની મૂળ જગ્યાએ ફરજ ઉપર હાજર કરવા નો ઓરલ ઓર્ડર નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરતા આ તમામ કામદારોને તેમનીની મૂળ જગ્યાએ તા.24/11/22ના રોજ થી ફરજ પર હાજર કરતા કામદારો તેમના પરિવારો અને સિંચાઈ વિભાગમાં નોકરી કરતા તમામ કામદારોમાં આનંદની લાગણી પ્રવૃત્તિ છે અને ફેડરેશનના તમામ હોદ્દેદારોને અંત:કરણથી અભિનંદન પાઠવી ફેડરેશનનો આભાર માનેલ છે.