રાજ્યમાં વાહન ચાલકો દ્વારા બેફામ વાહન હંકારવાનાં કારણે અકસ્માતનાં બનાવ બની રહ્યા છે. અકસ્માતની બે ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
રાજ્યમાં સર્જાતા માર્ગ અકસ્માતમાં દર વર્ષે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે. બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એક અજાણ્યા રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક માર્ગ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા હતા.
બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકને અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.ત્યારે વાહનની ટક્કર વાગતા બે લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે છાપી પોલીસે ઘટનાં સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠામાં માર્ગ અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. આ બાબતની જાણ યુવકનાં પરિવારજનોને થતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા હાઈવે પર લગાવેલ સીસીટીવીનાં આધારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે વલસાડનાં દમણમાં માર્ગ અકસ્માત થયો હતો. જેમાં બસ ચાલકે સ્કૂટી ચાલકને અડફેટે લેતા સ્કૂટી પર સવાર બે લોકોનાં કરૂણ મોત થયા હતા. બચ ચાલક દ્વારા પુર ઝડપે બસ દોડાવી સ્કૂટીને અડપેટે લેતા ઘટનામાં ૨ લોકોનાં કરુણ મોત થયા હતા. બસ ચાલક દ્વારા સ્કૂટી ચાલકોને અડફેટે લીધા બાદ બસ દોડાવી દૂર સૂધી ઢસડ્યા હતા. આ સમગ્ર મામલે દમણ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.