શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી ૨૪,૭૨૧ પર બંધ

ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું હતું.બીએસઇ પર સેન્સેક્સ ૮૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦,૯૮૧.૯૫ પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઇ પર નિફ્ટી ૧.૧૬ ટકાના ઘટાડા સાથે ૨૪,૭૨૧.૭૫ પર બંધ થયો હતો.

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી.બીએસઇ પર સેન્સેક્સ ૯૪૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦,૯૧૯.૯૫ પર બંધ રહ્યો હતો.એનએસઇ પર નિફ્ટી ૧.૧૬ ટકાના ઘટાડા સાથે ૨૪,૭૨૧.૭૫ પર બંધ થયો હતો. આજના ટ્રેડિંગ દરમિયાન ડિવિસ લેબ્સ, એચડીએફસી બેક્ધ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મા અને કોટક મહિન્દ્રા બેન્કના શેર્સ નિફ્ટી માં ટોચના ગેઇનર્સમાં હતા. જ્યારે આઇશર મોટર્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા.

ફાર્મા અને હેલ્થકેરને છોડીને, અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા હતા, જેમાં ઓટો, એનર્જી, પીએસયુ બેંક, આઈટી, મેટલ અને રિયલ્ટી ૧-૩ ટકા ઘટ્યા હતા.બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૧ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યા છે. શુક્રવારે ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર ૮૩.૭૪ પર બંધ થયો હતો, જ્યારે ગુરુવારે તે ૮૩.૭૨ પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.

નિરાશાજનક યુએસ ડેટાએ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સંભવિત મંદીની ચિંતા ઊભી કરી હોવાથી વૈશ્વિક વેચવાલી બાદ શુક્રવારે ભારતીય શેરબજાર ઘટ્યું હતું. તમામ ૧૩ મુખ્ય ક્ષેત્રોમાં નુક્સાન નોંધવામાં આવ્યું હતું. વ્યાપક, સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ-કેપ્સમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો. ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું.બીએસઇ પર સેન્સેક્સ ૬૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧,૨૦૧.૦૧ પર ખુલ્યો. જ્યારે એનએસઇ પર નિફ્ટી ૦.૮૯ ટકાના ઘટાડા સાથે ૨૪,૭૮૯.૦૦ પર ખુલ્યો હતો.