- વાહિદને કોઇને સાથે ફોન કરતાં સાંભળ્યો હતો કે તે તેને ૨૨ લાખ રૂપિયામાં દુબઈ વેચવાનો કારસો ઘડી રહ્યો છે
વડોદરા શહેરની યુવતીને લવ જેહાદમાં ફસાવી તેને દુબઈમાં ૨૨ લાખ રૂપિયામાં વેચી મારવાનો કારસો ઘડાયો હોવાનો પરદાફાશ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાયલી રોડ ખાતે રહેતી ૨૩ વર્ષીય યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સયાજીગંજ વિસ્તારમાં આવેલ સિલ્વર લાઈન કોમ્પ્લેક્ષમાં વર્ષ ૨૦૨૩માં સ્વસ્તિક ડિજિટલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ઓફિસ ખાતે નોકરીમાં જોડાઈ હતી.
કંપનીનો માલિક ભરૂચ જંબુસરના ડાભા ગામનો વાહિદ બશીર ભટ્ટી હતો. વાહિદ જુલાઈ ૨૦૨૩માં મને સયાજીગંજ રેલવે સ્ટેશન ઈન ગેટ ખાતે બર્ગરકિંગમાં નાસ્તો કરવા લઈ ગયો હતો. વાતચીતમાં વાહિદે મારા ફોટો પાડી લીધા હતા. જેથી, મેં તેને મારા ફોટો કેમ લીધા છે? તેમ કહેતા તે કહેવા લાગ્યો હતો કે, તું મને બહુ ગમે છે. એટલે ફોટો પાડ્યા છે. ઓગસ્ટ ૨૦૨૩માં હું ઓફિસ આવી ત્યારે ઓફિસે કોઈ નહોતું. તે દરમિયાન વાહિદે મને તેની કેબિનમાં બોલાવી જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
તેણે કહ્યું હતું કે, કોઈને આ બાબતે જાણ કરીશ તો તારો વીડિયો વાઈરલ કરી દઈશ. તને બદનામ કરીશ. જેથી હું ડરી ગઈ હતી. નવેમ્બર ૨૦૨૩માં વાહિદ મને ધમકાવી કુબેર ભવન ખાતે લઈ ગયો હતો અને ત્યાં મારા ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી લગ્નની નોંધણી કરાવી હતી. મેં તેને લગ્ન માટે ના પાડી દીધી હતી. ત્યાં તેણે મને ફરી ફોટો- વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી અને તેના કહેવાથી મેં લગ્નના ફોર્મ પર સહી કરી આપી હતી. લગ્ન કર્યા બાદ વાહિદના ઈરાદા સારા ન હોવાનું જણાતા મેં મારાં માતા-પિતાને આ અંગે જાણ કરી દીધી હતી અને લગ્ન નોંધણી કેન્સલ કરાવી દીધી હતી.
યુવતીએ ફરિયાદમાં વધુ કહ્યું છે કે, ઓક્ટોબર ૨૦૨૩માં હું જ્યારે ઓફિસમાં હતી. તે વખતે તેણે મારા ફોટો તથા વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેની ઓફિસ નીચે આવેલા પાકગમાં બોલાવી હતી. વાહિદ ત્યાં કારમાં હતો. તેણે મને કારમાં બોલાવી ત્યાં પણ મને ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ વાહિદ યુવતીને નોકરી પણ છોડવા દેતો નહોતો. તે યુવતીને ધમકાવતો હતો કે, તું નોકરી છોડીશ કે અન્ય કોઈને વાત કરીશ તો તારા ફોટો વાઈરલ કરી દઈશ.
જોકે, તે બાદ કોઈ ત્રાહિત વ્યક્તિએ જ વાહિદ સાથેના ફોટા યુવતીના પિતાને મોકલી દીધા હતા. જેના કારણે યુવતી ડઘાઈ ગઈ હતીપયુવતીએ વાહિદને કોઇને સાથે ફોન કરતાં સાંભળ્યો હતો કે તે તેને ૨૨ લાખ રૂપિયામાં દુબઈ વેચવાનો કારસો ઘડી રહ્યો છે જેથી યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વાહિદ ભટ્ટીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. હાલમાં રિમાન્ડ પુરા થતાં કોર્ટે આરોપી વાહિદને સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.
મહત્વની વાત છે કે રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં લવ જેહાદનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં વાહિદે યુવતીને બ્લેકમેઈલ કરી તેને વેચવાનો પણ કારસો ઘડી નાખ્યો હતો, ત્યારે શું વાહિદ કોઇ ઇન્ટરનેશનલ નેટવર્ક સાથે સંકળાયેલ છે તે તપાસનો વિષય બને છે, સાથે જ વાહિદની મદદ કરનાર કોણ છે તે પણ પોલીસે તપાસ કરવી જોઈએ.