સંજેલી તાલુકાના બોડીયાભીત કોઝ-વે પરના રસ્તાનો ધોવાણ તેમજ કોઝવે નજીકથી ગત વર્ષે બનાવેલો મહામાળી માતાજી મંદિર તરફ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો.
સંજેલી તાલુકાના વાસીયા ગ્રામ પંચાયત થઈ બોડીયાભીત થઈ અને પ્રાથમિક શાળા થઈ જરૂર તરફ જવાના મુખ્ય માર્ગ બોડીયાભીત કોઝવે પર ઠેર ઠેર ભંગાણ સર્જાયુુ છે. તેમજ આ કોઝવે નજીકથી બોડીયાભીત માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો પાણીમાં ડુબી ગયો હતો. જે બાદ પાણી ઓસરતા રસ્તો તુટી ગાયબ થઈ ગયો હતો. નદીમાં કાંકરા જોવા મળ્યા હતા. જેથી આ ફળિયામાં જ રહેતા લોકોને હવે રસ્તા માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
તંત્ર દ્વારા માત્ર સરકારના પૈસાનો ઉપયોગ કરવાનો હોય તેમ નદીના પટમાં જ નાણાં નાંખ્યા વિના જ નદીમાંથી રસ્તો બનાવી દીધો હતો. અને જેનુ વરસાદી પાણીમાં રસ્તો ગરકાવ થયો હતો. સાથે આ કોઝવે બ્રિજને પણ નુકસાન થવા પામ્યુ હતુ. સાથે પણ બનાવેલો રસ્તો પણ ધોવાણ થયો હતો. જેથી આ કોઝવે તેમજ તેની પર થયેલા રસ્તાને ધોવાણનુ મરામત કરવામાં આવે અને માતાજીના મંદિર તરફ જવાના આ માર્ગને નવેસરથી બનાવવા સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.