- અવિરત, અનથક કલાસાધનાની કલાયાત્રામાં મહીસાગરના ચિત્રકારે ત્રણ હજાર પેઇન્ટિંગનું અવિસ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું.
ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે તારીખ 17/5/2016થી રોજનું એક પેઇન્ટિંગ બનાવની યાત્રા શરૂ કરી હતી. આજના દિવસે તેમણે 3000 દિવસમાં 3000 પેઇન્ટિંગ પૂરા કર્યાઅને ઈતિહાસ રચ્યો છે. કલા માટે નોકરીને છોડીને નક્કી કર્યું જીવશ તો કલા માટે જ કહેવાય છે અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. ગુજરાતના મહીસાગર જીલ્લાનાં છાયણ ગામના વતનની અને માટીના માનવી ચિત્રકાર બિપિન પટેલની કલા સફર વિશેની વાત કરીએ તો તેમણે અનેક એવોર્ડ અને પોતાના નામે 3 રેકોર્ડ તેમજ 5 વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે.
જેમાં 1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તેમને 2300 દિવસમાં 2300 પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે worlds greatest record પણ પોતાના નામે કરી ચૂક્યા છે. તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે મળ્યો છે. તેમજ લલિતકલા અકાદમી દ્વારા સ્વ.રસિકલાલ પરીખ એવોર્ડ પણ અમદાવાદ ખાતે મળ્યો છે.
આર્ટિસ્ટ બિપીન પટેલે, દિલ્હી, મુંબઈ, ઇન્દોર, અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ જગ્યાએ આર્ટ વર્કશોપ પણ કર્યા છે. તેમનું વોટર કલર પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે.
કોરોનાનાં કપરા કાળમાં પણ આ ચિત્રકારે ઓનલાઇન ક્લાસ કરીને દેશ વિદેશથી કલાના જીજ્ઞાશુઓને કલા જ્ઞાન આપ્યું છે. જેમાં મોટા મોટા IAS,IPS ડોક્ટર , જજ તેમજ સાયન્ટિસ્ટ જેવા ઉચ્ચકક્ષાના મહાનુભાવોને ચિત્રકલા શીખવ્યું છે. અવિરત શીખવાડવાનું ચાલે છે. તેમના પેઇન્ટીંગની વિદેશમાં માંગ છે.