મહીસાગર જીલ્લામાં આવેલ લુણાવાડા મથક ખાતે લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહીસાગર અને જીસીએસ હોસ્પિટલ અમદાવાદ ના સહયોગથી 52 પાટીદાર સમાજ ઘર ખાતે જીસીએસ હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાત ડોક્ટરો દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં મુખ્યત્વે ન્યુરોલોજીસ્ટ, ઓર્થોસ્પાઇન, ગેસ્ટ્રોલોજીસ્ટ અને ડરમેટલોજીસ્ટના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા મહીસાગર જીલ્લા માંથી આવેલ જુદા જુદા ગામોના દર્દીઓ અને લુણાવાડા શહેરના દર્દીઓને સેવાનો લાભ આપ્યો હતો. આ કેમ્પમાં 200 થી વધુ પેશન્ટોએ લાભ લીધો હતો તથા કેમ્પમાં હાજર રહેલા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા તથા વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન મહીસાગર દ્વારા સન્માન પત્રો આપીને સન્માનિત કર્યા હતા.