સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને સામુદાયિક સેવા ધારાના સંયુકત ઉપક્રમે આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. પ્રસ્તુત કાયેક્રમમાં આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત કોલેજના પરિસરમાં ઉગી નીકળેલ બિનજરૂરી ઘાસ તેમજ કચરાનો નિકાલ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયં સેવકો ઉત્સાહભેર જોડાયા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. દિવ્યનાથ શુક્લએ હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. કાર્યક્રમને અંતે સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક ડો. પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન અને સંવર્ધન અંગે જાગૃત કરતા આપણા જીવનમાં સ્વચ્છતાના મહત્વથી વાકેફ કર્યા હતા.