રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તારીખ 03-08-2024 ના રોજ દાહોદ જીલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન 14:30 વાગ્યે દેવગઢ બારીયા તાલુકાના હડફ ડેમ આધારિત નવાગામ, સાલિયા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેશે. ત્યાર બાદ તેઓ ઝાલોદ તાલુકાના પીછોડા ખાતે 15:30 વાગ્યે સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકરો સાથે મુલાકાત કરશે.