ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય(ડી.જી.ઈ.) દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કેરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા 40% કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, મંદબુધ્ધિ (50-69 ઈંચ), હોય તેવી 15 થી 50 વર્ષ વચ્ચેની બહેનો માટે કેંન્દ્રમાં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે. કેંન્દ્રમાં ચાલતા ડ્રેસ મેકિંગ,કોમ્પુટર એપ્લિકેશન,કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેક્ટિ ના તાલિમાર્થીયોને ભારત સરકાર તરફ થી સમય સમય પ્રમાણે નિયમાનુંસાર શિષ્યવૃત્તિનો લાભ પણ મેળવી શકે છે.
તાલીમ માટે ઇચ્છુક દિવ્યાંગ બહેનોએ (શનિ રવિ તેમજ જાહેર રજાના દિવસો સિવાય) કામકાજના દિવસો દરમ્યાન સવારે 10:00 થી 4:00 સુધીમાં કેંન્દ્રનો સમ્પર્ક કરવા નાયબ નિયમાક પુનર્વાસ/પ્રભારી વડોદરા દ્વારા જણાવાયુ છે.