દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ખાતે આવેલી ક્ધયા સાક્ષરતા નિવાસી શાળા, નીનામાનીવાવમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓ દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ કરવા મજબુર બની છે. શાળામાં વિદ્યાર્થીઓને અસુવિધા પુર્વકનું જમવાનું, પીવાનું અશુધ્ધ પાણી તેમજ વિદ્યાર્થીઓને શાળાની સાફ સફાઈ સહિત શાળાની અન્ય કામગીરી કરાવવામાં આવતી હોવાની શાળાની વિદ્યાર્થીઓની ફરિયાદોને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલર્શીપ પણ આચાર્ય ડરાવી, ધમકાવી પડાવી લેતાં હોવાના આક્ષેપો ખુદ શાળાની વિદ્યાર્થીઓ કરી રહી છે ત્યારે સમગ્ર મામલે દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી સહિત સંબંધિત તંત્ર દ્વારા આ ગલ્સ લીટ્રેસી રેસીડેન્સીયલ સ્કુલની ઓચિંતી તપાસ હાથ ધરે તો અનેક સઘળી હકીકતો બહાર આવવાની પુરેપુરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. શાળાના આચાર્ય તેમજ હોસ્ટેલની વોર્ડને રજૂઆત કરવામાં આવે છે તો વિધાર્થીનીઓને ડરાવવા ધમકાવવામાં આવતી હોવાની હકીકતો સામે આવતા વિધાર્થીનીઓને મળતી સુવિધાઓ સામે અને સવાલો ઉઠવા પામ્યા છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે ક્ધયા સાક્ષરતા નિવાસી શાળા, શરૂ કરવામાં આવી છે, ત્યારે આવી જ એક સ્કુલ લીમખેડા તાલુકાના પાલ્લી ખાતે આવેલી છે. આ ક્ધયા સાક્ષરતા નિવાસી શાળા, નિનામાનીવાવમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓને સરકાર તરફથી પુરતી સુવિધાઓ મળી રહે તે માટે દર વર્ષે કરોડો રૂપીયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં શાળાના આચાર્ય અને તંત્રના અધિકારીઓની મીલીભગતથી બારોબાર ખોટા બીલો મુકીને ઉપાડીને ચાઉ કરી જતા હોય તેમ લાગી રહ્યુ છે.
ક્ધયા સાક્ષરતા નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા દર વર્ષે 3000 હજાર રૂપીયા તેઓના ખાતામા જમા કરવામાં આવતા હોય છે, જે પૈસા પણ શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ પાસે બળજબરીથી ઉપાડીને લઈ લેવામાં આવે છે સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં પણ ગેરરીતી આચરવામાં આવી રહી છે. સડેલા શાકભાજી અને સડેલા ફળોનો વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે, જેના કારણે વિદ્યાર્થીનીઓ વારંવાર બિમાર પડે છે, અને બિમાર વિદ્યાર્થીનીઓની સારવાર પણ કરાવવામીં આવતી નથી, સાથે પુરતા પુસ્તકો, પેન પેન્સીલ, દફતર, પાણી ની બોટલ, ડ્રેસ, સાબુ, સેમ્પુ સહીતની વસ્તુઓ પણ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી નથી.
વિદ્યાર્થીનીઓને હોસ્ટેલમાં પલંગ, ગાદલા, ચાદરો પણ વર્ષો જુની અને ગંદી હોવા છતા બદલવામાં આવતી નથી, દુર્ગંધ મારતા ગાદલાઓ અને ચાદર ઓઢીને વિદ્યાર્થીનીઓ સુવા માટે મજબુર બની છે. હોલ્ટેલમાં વિદ્યાર્થીઓને સાફ-સફાઈ કરવા માટે ઓરડન દ્વારા મજબૂત કરવામાં આવે છે, સાથે ભોજન કર્યા બાદ રસોડામાં પીવાના પાણીની પણ પૂરતી સુવિધા નથી. જેને લઈને વિદ્યાર્થીનીઓ અનેક વાર રજૂઆત કરી તેમ છતાં પણ આ બાબતે શાળાના આચાર્ય દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે આચાર્યની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યાં છે. ત્યારે હવે આ આદિવાસી સમાજની ગરીબ વિદ્યાર્થીનીઓની દયનીય હાલત બાબતે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીની તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવે તો લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે મોટા ખુલાસા થાય તેમ છે, ત્યારે હવે તંત્ર દ્વારા વર્ષોથી ચાલતા ભ્રષ્ટાચાર મામલે શું કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહેશે.
લીમખેડામાં ચાલતી ક્ધયા સાક્ષરતા નિવાસી શાળાની દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ મુલાકાત લેતા સ્કૂલમાં ચાલતી અનેક પ્રકારની લાલિયા વાડી સામે આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે સરકારે આદિવાસી સમાજને વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક આચાર્ય અને વહીવટી તંત્રના મેળાપણા હેઠળ વિદ્યાર્થીનીઓ માટે આવતી ગ્રાન્ટમાં કટકી કરીને પૂરતી વ્યવસ્થાને સાધન સામગ્રી પૂરી પાડવામાં આવતી નથી, ક્ધયા સાક્ષરતા નિવાસી શાળામાં ચાલતા ભ્રષ્ટાચારને જળ મૂળ માંથી નાબૂદ કરવા માટે આગામી સમયમાં આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.
અમોને અમારા વાલીઓએ શાળામાં ભણાવવા માટે મોકલ્યાં છે. પરંતુ અમારી આ શાળામાં આચાર્ય તેમજ વોર્ડન દ્વારા શાળા તેમજ હોસ્ટેલનું તમામ કામકાજ કરાવવામાં આવે છે. કચરો, કઢાવવામાં આવે, સાફસફાઈ કરાવવામાં આવે છે, વાસણો પણ પોતે ધોવા પડે છે. વિગેરે જેવી અનેક કામગીરીઓ અમોને ધાકધમકીઓ આપી કરાવવામાં આવે છે સાથે સાથે હોસ્ટેલમાં પીવાનું ચોખ્ખુ પાણી પણ મળતું નથી. રસોડામાં અસહ્ય ગંદકી હોવાથી ખાવામાં પણ જીવાતો અવાર નવાર આવે છે. આવું ભોજન જમવાને કારણે ઘણી વાર અમારી સાથેની વિદ્યાર્થીઓને ઝાડા,ઉલ્ટી જેવી બિમારીઓનો પણ સામાને કરવો પડે છે, જ્યારે અમો બિમાર પડીએ છીએ. ત્યારે અમોને હોસ્પિટલ લઈ જવા માટેની પણ સુવિધા નથી. આ મામલે અમો આચાર્ય તેમજ વોર્ડનને જાણ કરીએ છીએ તો તેઓ દ્વારા અમોને જેમ તેમ જવાબ આપે છે અને કહે છે કે, જે મલે તે ખાઈ લેવું અને પી લેવું. અમારી શાળામાં અન્ય શાળાઓ જેવી કોઈ સુવિધા નથી. શાળામાં અમારી સાથે આચાર્ય તેમજ વોર્ડન દ્વારા ગેરવર્તુળ પણ અનેકવાર કરવામાં આવે છે. અમારે સુવા માટે ગાદલા તેમજ પથારી પણ સુવ્યવસ્થિ ન હોવાથી અમારે ગંદા ગાદલા તેમજ પથારી પર સુવુ પડે છે.
હર્ષદીબેન નિસરતા, વિદ્યાર્થીની, ધોરણ 8….
અમોને 3 હજાર રૂપીયા સરકાર તરફથી સ્કોલશીપ મળે છે, પરંતુ તે સ્કોલર્શીપ પણ તેમની પાસેથી આચાર્ય દ્વારા પરત બળજબરી થઈ લઈ લેવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી અમોને સ્કોલર્શીપ પણ મળતી નથી. માત્ર એકજ વાર સ્કુલ બેગ તેમજ યુનિફોર્મ મળ્યો હતો. ત્યાર પછી અમોને કોઈપણ સ્કુલ બેગ તેમજ યુનિફોર્મ આપવામાં આવ્યો નથી. અમોને શાળા લક્ષી સામગ્રી પણ પુરી પાડવામાં આવતી નથી. એકજ યુનિફોર્મથી અમો દરરોજ ભણવા મજબુર બની રહ્યાં છે. અમા વિદ્યાર્થીનીઓ બિમાર પડીએ ત્યારે હોસ્પિટલ જવા માટેની પણ કોઈ સુવિધા પુરી પાડવામાં આવતી નથી. જમવાનું પણ બરાબર આપવામાં આવતું નથી. હોસ્ટેલમાં અવાર નવાર સાંપો પણ આવતાં હોય છે. દરવાજા, બારી, બારણા પણ ખરાબ હાલતમાં થઈ ગયાં છે. અમારા દ્વારા અવાર નવાર આ મામલે આચાર્યને રજુઆત કરવા છતાંય આજદિન સુધી કોઈ આ મામલે કોઈ કામગીરી કરવામાં આવી નથી. અમો જીવના જોખમે અભ્યાસ કરવા મજબુર બની રહ્યાં છે.