દાહોદ જીલ્લામાં ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઈમના ગુન્હાઓથી બચવા માટે તેમજ લોકોમાં જાગૃતિ લાવવા માટે દાહોદમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જાગૃત લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જીલ્લામાં કુલ અત્યાર સુધી આવા કેસોમાં 1,54,9,729 હોલ્ડ પ્રોસેસ અંતર્ગત જે પૈકી રૂા.6,20,453 અરજદારોને પરત કરવામાં આવ્યાં હતાં.
અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝનાઓ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા નાઓએ જીલ્લામાં વધતા જતા ઓનલાઇન ફ્રોડ તથા સાયબર ક્રાઈમના ગુન્હાઓથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેનું આયોજન કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને મે.પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાનાઓએ પોલીસ અધિક્ષક દાહોદ નાઓની કચેરી ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દાહોદ નાઓ દ્વારા દાહોદ જીલ્લામાં કુલ 1665 અરજીઓ અરજદાર દ્વારા કરવામાં આવેલ જેમા કુલ રૂપિયા- 6,94,30,926/- નો ફ્રોડ થયેલ અને તેમા સાયબર ક્રાઈમ દ્વારા રૂપિયા-1,54,97,29/- હોલ્ડ અંગેની પ્રોસેસ કરવામાં આવેલ અને તેમાથી રૂપિયા-6,20,453/- અરજદારોને પરત અપાવામાં આવેલ છે.
અને બીજા અરજદારોના રૂપિયા-23,25,283/- ની કોર્ટમાંથી હુકમ થયેલ હોય તેઓને પરત અપાવાની પ્રોસેસ ચાલુમાં છે. તેમજ સાયબર ક્રાઈમની કામગીરી, સાયબર અવેરનેશ, નાણાં પરત (રિફંડ) જેવી પ્રજાલક્ષી કામગીરી તેમજ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે માહિત ગાર કરવામાં આવ્યા તથા તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર કાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે.સાયબર ક્રાઈમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ બ્લોક થઈ ગયેલા 28,000 બેંક ખાતાઓ અનફીઝ કરવામાં આવ્યા છે.
આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે, જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા તથા રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 2024 માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી કુલ રકમ 114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે.
આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર કાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે. આ ઉપરાંત ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટક ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે એક પછી એક કેસના આધારે આ અકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યત: અનફીઝ કરવામાં આવશે. તેમજ દાહોદ જીલ્લામાં સાયબર ફ્રોડના ગુનાઓ અટકે એ હેતુથી 10 જેટલા અવેરનેસ કાર્યકમો શાળા, કોલેજ અને મોટી કંપનીઓમાં કરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકોને આ અંગે તાલીમો આપવામાં આવી છે.