વિકસિત પંચમહાલ 2047 વિઝન ડોક્યુમેન્ટની તૈયારીઓને લઈને જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે વર્કશોપનું આયોજન કરાયું હતું.
સદર વર્કશોપ અંતર્ગત પંચમહાલ જીલ્લા આયોજન અધિકારી ડી.એન. પટેલ દ્વારા વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત-2047 તથા પંચમહાલ2047 રજૂ કરાયું હતું. જેમાં વિઝન ડોક્યુમેન્ટના ફ્રેમવર્ક ઉપર સેક્ટર, Micro Goal, Action Plan, Indicators, ગુજરાતના લક્ષ્યાંકો,Thematic Framework, Macro Goal, key Metrics, Gap Analysis બાબતની વિસ્તૃત માહિતી રજૂ કરાઈ હતી.
આ પ્રસંગે જીલ્લા આંકડા અધિકારી પી.વી.હાડા દ્વારા જીલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે માહિતી નિયત ટેમ્પ્લેટ મુજબ લિવિંગ વેલ અને અર્નિગ વેલ થીમને ધ્યાને હાલના પડકારોને પહોચી વળવાની વ્યૂહરચના, વિભાગવાર યોજનાકીય બાબતોનો સમાવેશ કરવા બાબતે માહિતી રજૂ કરાઈ હતી.
સમગ્ર વર્કશોપ અંતર્ગત જીલ્લા કલેક્ટર દ્વારા ગુજરાત 2047ના અહેવાલને ધ્યાને લઈ પંચમહાલ જીલ્લાનો વિઝન ડોક્યુમેન્ટ માત્ર કાગળ પર ન રહે અને ગ્રાઉન્ડ લેવલ રીપોર્ટનો અમલ થાય તે મુજબ સૂચનો કર્યા હતા. આ સાથે તેમણે S.D.G ગોલ, ગુડ ગવર્નરના રેન્કિંગ તથા માનવ વિકાસને લગતા પરિબળોને ધ્યાને લઈ જીલ્લાની સ્ટ્રેન્થ નબળાઈઓનું ક્લાસિફિકેશન કરી રીપોર્ટ તૈયાર કરવા જણાવ્યું હતું.
સદર વર્કશોપમા આરોગ્ય, પોષણ, શિક્ષણ, ખેતીવાડી, પ્રવાસ, શહેરી વિકાસ જેવા મુદ્દાઓ પર જીલ્લાકક્ષાની કચેરીઓ દ્વારા કુલ 08 પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.આ વર્કશોપમા જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ,જીલ્લા આયોજન અધિકારી ડી.એન.પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.