- સ્વાતંત્ર્ય પર્વ 2024ની ઉજવણીની તૈયારીઓને લઈને જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
- 78મા જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કમળાનગર,ઘોઘંબા ખાતે કરાશે.
આગામી તા.15 મી ઓગસ્ટ-2024, આઝાદીના 78મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જીલ્લાકક્ષાની ઉજવણી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં કમળાનગર, ઘોઘંબા ખાતે યોજાશે.
સ્વાતંત્ર્ય પર્વ 2024ની જીલ્લા કક્ષાની ઉજવણીની પૂર્વ તૈયારીઓને લઈને જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું. સ્વાતંત્ર્ય દિનના સુચારૂ અને સુવ્યવસ્થિત આયોજન માટે જીલ્લા કલેકટરએ વિવિધ અધિકારીઓને કામગીરીની સોંપણી કરી હતી.આ સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી તરીકે પ્રાંત અધિકારી હાલોલની નિમણુંક કરવામાં આવી છે.