કાલોલ કાશીમાબાદ સોસાયટીમાં ગંદા પાણીનો નિકાલ સમાચાર પ્રસિદ્ધ થતા નગરપાલિકા તત્ર દોડતું થયું. ગટરોનો ઢાંકણા ખોલી ગટરોમાં વેક્યુમ દ્વારા ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી. કાલોલ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર-5 આવેલા કાશીમાબાદ સોસાયટીમાં વરસાદના કારણે પાણી જાહેર રોડ ઉપર ભરાતા નદી જેવા દ્રષ્યો સર્જાયા હતા અને પુષ્કળ કાદવ-કીચડ જોવા મળી રહ્યું હતું.
આ વિસ્તારના લોકોને પડતી હાલાકી રજૂઆતના અહેવાલો પંચમહાલ સમાચારપત્રમાં પ્રસિદ્ધ થતા જ કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ સહિત તેવોની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગટરોના ઢાંકના ખોલી ભારે જહેમત ઉઠાવી સતત મેહનત કરી વરસાદના પાણી થી ગટર લાઈનો ચોક્અપને પાલિકાનું યાંત્રિક મશીનરી થી ભુગર્ભ ગટરનું ઢાંકણું ખોલી તમાંમ ગંદુ પાણી અને રોડ રસ્તાઓ ઉપરનો કાદવ-કીચડ સાફ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
જે પાંચ થી છ દિવસ પહેલા વરસાદી પાણી સાથે ભુગર્ભ ગટરના ગંદા પાણીનાં કારણે ફેલાયેલી ગંદકીને લઇ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરી સાફ-સફાઈ કરતા સ્થાનિક રહીશોને ગંદકીથી રાહત મળતાં જેને લઇ નગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિક લોકો એ રાહતનો શ્ર્વાસ લીધો હતો અને વરસાદી પાણીનો નિકાલ થતા સ્થાનિક લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.