ગોધરા તાલુકાના મહેલોલ ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન ટેકનોલોજી દ્વારા છંટકાવ અર્થે પ્રત્યક્ષ નિદર્શન-વ-શિબિરનું આયોજન કરાયું

સંયુક્ત ખેતી નિયામક (વિ), વડોદરા એમ.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને ગોધરા તાલુકાના મહેલોલ ખાતે ખેતીમાં નેનો યુરિયા અને નેનો ડી.એ.પી.નો ડ્રોન ટેકનોલોજી દ્વારા છંટકાવ અર્થે પ્રત્યક્ષ નિદર્શન-વ-શિબિરનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત નિયામકએ નેનો યુરિયા, ડી.એ.પી.ની એક લીટરની બોટલ, એક આખી થેલી યુરિયા, ડી.એ.પી ખાતરની ગરજ સારે છે અને તેનાથી ખેતી ખર્ચમાં પણ ઘટાડો થાય છે તે ઉપસ્થિત ખેડૂતોને સમજાવી નેનો યુરિયા અને ડી.એ.પી.ના લાભ અને તેનો ડ્રોન ધ્વારા છંટકાવ અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

સદર કાર્યક્રમમાં સમિતભાઇ પટેલ, નાયબ ખેતી નિયામક(ઇનપુટ),વડોદરા, એમ.જી.પટેલ, જીલ્લા ખેતીવાડી અધિકારી, જી.પંચા.પંચમહાલ, એમ.કે. ડાભી, મદદનીશ ખેતી નિયામક(મકાઇ), જી.પંચા.પંચમહાલ ગોધરા ઇફકો કંપનીના આદિલભાઇ તથા તેમની ટીમ અને મહેલોલ ગામ તથા આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ખેડુતોએ હાજર રહી ડ્રોનથી છંટકાવનુ પ્રત્યક્ષ નિદર્શન નિહાળ્યુ હતું.