ધ ગ્રેટ વોલ તરીકે ઓળખાતા ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન દત્તાજીરાવ ગાયકવાડનું વડોદરા ખાતે બુધવારે રાત્રે નિધન થયું હતું. આજે સવારે સેવાસી ખાતેના તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને રાજવી પરિવારના સ્મશાન કીત મંદિર ખાતે તેમની શાોક્ત વિધિ પ્રમાણે અંતિમવિધિ કરાઈ હતી. અગ્નિદાહ આપતી વખતે મિત્રો, સગા-સંબંધીઓ અને હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે.
અંશુમનના સાથી પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રેસિડેન્ટ રોજર બિન્ની ઉપરાંત અંશુમનના અન્ય સાથી ખેલાડીઓ એવા પૂર્વ ક્રિકેટરો કિરણ મોરે, નયન મોંગિયા, અતુલ બેદાડેએ ચિતા ઉપર લાકડા મૂકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમયાત્રામાં ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના પિતાએ પણ હાજરી આપી હતી.
આશ્ર્વર્યની વાત એ છે કે આ મહાન ક્રિકેટરની અંતિમયાત્રામાં એક પણ વર્તમાન ક્રિકેટર જોડાયો ન હતો. વડોદરાથી માત્ર બે કલાકની હવાઈ મુસાફરીના અંતરે રહેતા સ્ટાર ક્રિકેટરોમાંથી એક પણ ક્રિકેટર આજે અંશુમાન ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપવા તેમની અંતિમયાત્રામાં સામેલ થયો ન હતો.
તમને જણાવી દઈએ કે ૧૯૮૩ વર્લ્ડ કપના વિજેતા કેપ્ટન કપિલ દેવે પણ અંશુમન ગાયકવાડ માટે આથક મદદ માટે હાથ આગળ વધાર્યો હતો. મોહિંદર અમરનાથ, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદનલાલ, રવિ શાી અને કીત આઝાદ જેવા પૂર્વ ક્રિકેટરો સાથે મળીને કપિલ દેવે પોતાના બીમાર સાથીની મદદ માટે પૈસા ભેગા કરવાની દિશામાં કામ કર્યું હતું.
અંશુમન ગાયકવાડે ૧૯૯૭થી ૨૦૦૦ દરમિયાન બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું. તેમના કોચિંગમાં વર્ષ ૨૦૦૦ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ઉપવિજેતા બની હતી. જ્યારે તે કોચ હતા, ત્યારે અનિલ કુંબલેએ નવી દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં ૧૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગાયકવાડે ૧૯૯૦ના દાયકમાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ ઍસોસિયેશનના અયક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન ૨૦૧૮માં મ્ઝ્રઝ્રૈંએ તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૧૨ વર્ષની કારકિર્દીમાં ગાયકવાડે ૪૦ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે ૩૦ની એવરેજથી ૧૯૮૫ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે ૨ સદી અને ૧૦ અર્ધી સદી ફટકારી હતી. તેમણે ૧૫ વન ડેમાં ૨૮૯ રન બનાવ્યા હતા. ૧૯૮૩માં જલંધરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ૨૦૧ રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.