આઈપીએલ ૨૦૨૪માં, સનરાઈઝર્સ હૈદરાબાદ નામથી રમતી ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચી હતી. જીછ૨૦ ની બીજી સીઝન એટલે કે ૨૨૦૪ માં, તેની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે ટ્રોફી જીતી. હવે આ લીગની આગામી સિઝન માટે, ફ્રેન્ચાઇઝીએ ટેમ્બા બાવુમા સહિત ૭ ખેલાડીઓને બહાર કર્યા છે.
સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે નવી સીઝન માટે જાળવી રાખેલા અને નવા કરારબદ્ધ ખેલાડીઓની સંપૂર્ણ યાદી શેર કરી છે. સનરાઇઝર્સે ૨૦૨૪માં પોતાની ટીમમાં ૧૯ ખેલાડીઓને સાઇન કર્યા હતા. તેઓએ ૧૨ ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને ૭ને છોડ્યા છે.
ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી છે કે ડેવિડ મલાન, ટેમ્બા બાવુમા, ડેનિયલ વોરલ, એડમ રોસિંગ્ટન, અયાબુલા ગકામાને, સરેલ એર્વી અને બ્રેડન કાર્સ હવે આ ટીમનો ભાગ રહેશે નહીં. જોકે, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે તેના મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તેમાં ૪ એવા ખેલાડી છે, જે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ભાગ હતા. જેમને જાળવી રાખવામાં આવ્યા છે તેમાં ટીમના કેપ્ટન એડન માર્કરામ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, માર્કો જોન્સન અને ઓટોનિયલ બાર્ટમેનના નામ સામેલ છે.
સનરાઇઝર્સે કાલેબ સેલેકા, એન્ડીલે સિમેલેન, પેટ્રિક ક્રુગર, બેર્સ સ્વાનેપોએલ, ટોમ એબેલ, સિમોન હાર્મર, લિયામ ડોસન અને જોર્ડન હાર્મનને પણ જાળવી રાખ્યા છે.
ફ્રેન્ચાઇઝીએ એસએ૨૦ની આગામી સિઝન માટે ૪ નવા ખેલાડીઓને પણ સાઇન કર્યા છે. જેમાં ડેવિડ બેડિંગહામ, જેક ક્રાઉલી, ક્રેગ ઓવરટોન અને રીલોફ વાન ડેર મર્વેના નામ સામેલ છે. બેડિંગહામે સાઉથ આફ્રિકા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. જ્યારે ક્રાઉલી અને ઓવરટન ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ અને વનડે રમી ચૂક્યા છે. આ ત્રણેય ખેલાડીઓ પ્રથમ વખત આ લીગનો ભાગ બનશે, જ્યારે નેધરલેન્ડનો ઓલરાઉન્ડર વેન ડેર મર્વે પ્રથમ સિઝન બાદ આ ટીમમાં વાપસી કરી રહ્યો છે.
એસએ ૨૦ની શરૂઆત ૨૦૨૩માં થઈ હતી અને બીજી સીઝન ૨૦૨૪માં રમાઈ હતી. આ બંને સિઝનમાં સનરાઇઝર્સે ટ્રોફી જીતી હતી. પ્રથમ સિઝન જીત્યા બાદ, ૨૦૨૪માં એડન માર્કરમની કેપ્ટનશીપ હેઠળ ટ્રોફીનો બચાવ કરવામાં આવ્યો હતો. ફાઇનલમાં તેણે ડરબન સુપર જાયન્ટ્સને ૮૯ રનથી હરાવ્યું હતું.