કાંકરિયાની ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી કેમિકલના ડ્રમમાંથી વિદેશી દારુ જથ્થો નીકળ્યો

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર દારુ જેવા નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં કેમિકલની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ છે.

કાંકરિયા વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કેમિકલના ડ્રમમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ડ્રમમાં વ્હીસ્કીની બોટલો પેક કરી અને કેમિકલના બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે. આશરે ૧૧ જેટલા ડ્રમમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.