લોક્સભાની ચૂંટણી બાદ ૨૩૩ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન

લોક્સભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે.૧૮ આઇએએસ અને ૮ આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં ૨૩૩ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેકટરોને પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-૨નું પ્રમોશન અપાયું છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. ઘણા સમયથી બિન હથિયારી પીએસઆઇ બઢતીની રાહ જોઈ રહ્યા હતા. ડીજી ઓફિસે બઢતીના આદેશ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી બાદ એક સાથે ૧૮ આઇપીએસ અને ૮ આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ૮ આઇપીએસ અધિકારીઓની બદલીમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે. અગ્નિકાંડ સમયે રાજકોટના પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવને આર્મ્ડ યુનિટના એડીજીપી બનાવ્યા હતા.