બજેટ બાદ એક ઓગસ્ટથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ભાવમાં આ વધારો કોમશયલ ગેસ સિલિન્ડરના રેટમાં થયો છે. ઓઈલ કંપનીઓએ જુલાઈના પહેલા દિવસે એટલે કે ૧ જુલાઈના રોજ કોમશયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો પરંતુ હવે આજથી એટલે કે ૧ ઓગસ્ટથી સિલિન્ડરના ભાવ વયા છે. જાણો વિગતો.
ઓઈલ કંપનીઓએ કોમશયલ સિલિન્ડરના ભાવમાં ૬.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથેજ હવે દિલ્હીમાં ભાવ ૧૬૪૬ રૂપિયાથી વધીને ૧૬૫૨.૫૦ રૂપિયા થઈ ગયો છે. આ અગાઉ ૩૧ જુલાઈ સુધી ૧૯ કિલોવાળા કોમશયલ સિલિન્ડરનો ભાવ ૧૬૪૬ રૂપિયા હતો. ચારેય મહાનગરમાં આ ભાવવધારો જોવા મળ્યો છે. કોલકાતામાં જે સિલિન્ડર પહેલા ૧૭૫૬ રૂપિયામાં મળતો હતો તે હવે આજથી ૧૭૬૪.૫૦ રૂપિયામાં મળશે. મુંબઈમાં ભાવ ૧૫૯૮ રૂપિયાથી વધીને ૧૬૦૫ રૂપિયા થઈ ગયો છે. એ જ રીતે ચેન્નાઈમાં આ સિલિન્ડર માટે પહેલા ૧૮૦૯.૫૦ રૂપિયા ચૂકવવા પડતા હતા અને આજથી હવે ૧૮૧૭ રૂપિયા આપવા પડશે. કંપનીઓએ કોલકાતામાં સૌથી વધુ ૮.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે.
બીજી બાજુ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ સિલિન્ડર પહેલાની જેમ જ દિલ્હીમાં ૮.૩ રૂપિયાના ભાવે મળશે. આ ઉપરાંત ૧૪.૨ કિલોવાળો ઘરેલુ એલપીજી સિલિન્ડર કોલકાતામાં ૮૨૯ રૂપિયા, મુંબઈમાં ૮૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૮૧૮.૫૦ રૂપિયામાં મળે છે. ઓઈલ કંપનીઓએ હવાઈ ઈંધણના ભાવમાં પણ વધારો કર્યો છે. તેના રેટમાં ૩૦૦૬.૭૧/ કિલો લીટરની રીતે વધારો કરાયો છે. નવા રેટ આજથી જ લાગૂ થઈ ગયા છે.