પંચમહાલમાં ચાંદીપુરાને વધુ વકરતો અટકાવવા આરોગ્ય વિકાસ કમર કસી રહી છે ત્યારે ઘોઘંબાના દામાવાવ ગામેથી એક બાળકને ચાંદીપુરાના લક્ષ્ણો જણાતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.શંકાસ્પદ કેસના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જિલ્લામાંથી એક શંકાસ્પદ કેસ મળી આવતા કુલ 16 કેસ નોંધાયા છે. સાત બાળકોના મોત થયા છે. જે પૈકી ચાર ચાંદીપુરા પોઝીટીવ બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, દવા છંટકાવ અને કાચા તેમજ પાકા મકાનોની તિરાડો પુરવાની કામગીરી કરવામાં આવી છે.ચાંદીપુરા વકરતા નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી પુનેના વૈજ્ઞાનિકોની એક ટીમ તથા એનસીડીસી, નવી દિલ્હીની એક ટીમ હાલ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી હતી. તેઓ દ્વારા પણ સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની અસરકારકતા ચકાસવામાં આવી હતી.