ખાનપુર તાલુકાના કારંટાથી દેગમડા જોડતા માર્ગ દોઢ વર્ષ અગાઉ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પણ પહેલા વરસાદમાં જ મુડાવડેખ પાસે રસ્તો ધોવાતા કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રોડની એક સાઈડ ધોવાણ થઈ જતાં ગ્રામજનો સહિત અવર જવર કરતા વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ધોવાણ થતુ પણ તંત્ર દ્વારા રસ્તો પુરો ધોવાય તેની જોવાઈ રહી હોય તેવી લાગી રહ્યુ છે. ખાનપુર તાલુકામાં વરસેલા વરસાદ બાદ રસ્તો ધોવાયો રસ્તો ધોવાયા છતાં હજી કોઈ મરામત કરવાની તંત્ર પાસે ફુરસત કે ટાઈમ નથી. તાત્કાલિક કામ કરવામાં ન આવે તો રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય વાહનચાલકોને સેવાઈ રહ્યો છે. એક તરફ કરોડોના ખર્ચે બનતા રસ્તાઓનુ આયોજન કરાતુ હોય છે પરંતુ આવી કામગીરીનુ રિપેરીંગ કરવુ જોઈએ તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.