શ્રી જી.પી. ધાનકા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દાહોદ

તારીખ 01/0 8 /2024 ગુરૂવાર, શ્રી જી.પી.ધાનકા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના એનએસ એસ અંતર્ગત મહિલા સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જીલ્લાના મહિલા પી.એસ.આઇ. મિત્તલબેન કિરીટભાઈ પટેલ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી અને રક્ષણ અધિકારી પી.બી. પટેલ તેમજ મહિલા કમિશનર અને બાળ વિકાસની કચેરી દાહોદ, જીલ્લા માંથી પઠાણ મેડમ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્ત્રી શ્રી જી.પી. ધાનકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના એન.એસ.એસ.ના કો-ઓર્ડિનેટર બી.બી. ગઢવી શાળાના શિક્ષક રાકેશભાઈ ધોબી તેમજ શાળાના શિક્ષિકાબેન ઉષાબેન કાનસર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત પીએસઆઇ વિઠ્ઠલબેન પટેલએ મહિલા સુરક્ષા માટે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ જાતીય સતામણી દહેજ પ્રથા દીકરીઓની છેડતી થવી તેમજ અન્ય સામાજીક અને શારીરિક ગુનાઓ વિશે વિગતે તેમના પ્રવચનમાં સમજાવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા સુરક્ષા અંતર્ગત એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જેની શરૂઆત પોલીસ તાલીમ ભવન થી નીકળીને દાહોદના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ થી ફરીને જીલ્લા પોલીસ તાલીમ ભવનમાં પરત થઈ હતી. આ રેલીનો મુખ્ય હેતુ દાહોદ જીલ્લામાં બનતા જુદા જુદા સામાજીક અને ઘરેલુ હિંસા તેમજ શાળા કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં શારીરિક છેડતીના ગુનાઓ ઓછા થાય અને દાહોદ જીલ્લામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ તેમના માતા પિતામાં મહિલા સુરક્ષા વિશે જાગૃત થાય તે હેતુને સાર્થક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય બાલકૃષ્ણ ચાપાના માર્ગદર્શન હેઠળ લીલી ઝંડી આપવામાં આવી હતી અને અંતમાં સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો