નડીઆદ ખાતે તા. 01 સપ્ટેમ્બરના રોજ જીલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાશે

  • તા. 21 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.

રમત ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા નડીઆદ દ્વારા ખેડા જીલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા. 01/09/2024ના રોજ બાલકનજી બારી, નડિયાદ ખાતે કરવામાં આવનાર છે.

જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી કુલ 13 સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં ‘અ’ અને ‘બ’ વિભાગમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગીરી, એકપાત્રીય અભિનય, લગ્નગીત, લોકવાધ સંગીત સ્પર્ધાઓ યોજાશે, તથા ખુલ્લા વિભાગમાં દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, લોકનૃત્ય, સમુહગીત, લોકગીત, ભજન સ્પર્ધાઓ યોજાશે.

ખેડા જીલ્લાના સ્પર્ધકો કે જેઓની ઉંમર તા. 31/12/2024 ના રોજ 07 થી 13 વર્ષ સુધીની હોય તેવા કોઇપણ ભાઈઓ/બહેનો, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ’(અ’ વિભાગમાં 7 થી 10 વર્ષ, ‘બ’ વિભાગમાં 10 થી 13 વર્ષ તથા ખુલ્લો વિભાગ 7 થી 13 વર્ષ મુજબ રહેશે)

સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જીલ્લા શિક્ષણાધિકારી, તાલુકા મામલતદાર કે અન્ય કોઈ રાજ્યપત્રિત અધિકારીના પ્રમાણપત્રની નકલ પ્રવેશપત્ર સાથે મોકલી આપવાનું રહેશે. ભાગ લેનાર સ્પર્ધકોના પ્રવેશપત્રો તા- 21/08/2024 સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતે મોકલી આપવાનાં રહેશે. તેમ જીલ્લા યુવા વિકાસ અધીકારી, ખેડા-નડીઆદની યાદિમાં જણાવવામાં આવ્યું છે.