- ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર ધ્વારા મહીસાગર જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી આપદા મિત્ર જીઆરડીની તાલીમ યોજાઈ.
મહીસાગર જીલ્લા કલેક્ટર નેહાકુમારી, જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ અને જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર ધ્વારા બાબા આંબેડકર ભવન સોનેલા ખાતે જીલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી આપદા મિત્ર જીઆરડી રીફ્રેશર તાલીમ – 20ર4 યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ વિવિધ તબક્કામાં તાલીમ અપાઈ હતી.
આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરૂં પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
આ તાલીમમાં વોટર રેસ્કયુ અને શોધ બચાવ તાલીમ અંગે મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્કયુ એન્ડ ટ્રેનિંગ એકેડેમી પંચમહાલ મહિસાગર ડાયરેક્ટર હિતેશ પટેલ,આગ સલામતી અને શોધ બચાવ સાધનોનો ઉપયોગ બાબતે સી.આઇ.એસ.એફ ઓફિસર નરેશકુમાર સિંધ ,જે.એન.પરમાર ઇ.ચા.ફાયર ઓફિસર, પાર્થ પટેલ, લુણાવાડા અને ફાયર સ્ટાફ, મંજીત વિશ્ર્વકર્મા ચીફ કોર્ડિનેટર MDMRTA શહેરા ઉપરાંત પ્રાથમિક સારવાર અને CPR તાલીમ: બલદેવ રબારી પ્રોગ્રામ મેનેજર 108, દુષ્યંત પંડ્યા જીલ્લા મેનેજમેન્ટ એકઝિકયુટીવ 108 મહિસાગર, ડોક્ટર દિપ શાહ ફિઝિશિયન મહિસાગર અને 108 ટીમ સ્ટાફ.સહિતના નિષ્ણાંતોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. તાલીમમાં આશરે 84 જેટલા આપદા મિત્રો તથા જીલ્લામાં સ્ટેન્ડ બાય રહેલ એસ.ડી.આર.એફ ટીમના સભ્યો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે અણધારી આફત વખતે સ્વેચ્છાએ સ્વયં સેવક બની સેવા કરવા માંગતા લોકોને આપદા મિત્રો કહેવામાં આવે છે.
આ તકે અધિક નિવાસી કલેકટર સી.વી.લટા, ડિઝાસ્ટર સેલ મામલતદાર કુ.જેનીશ પાંડવ, જીલ્લા પ્રોજેક્ટ ઓફિસર જીગર મકવાણા, ના.મામલતદાર કે.કે.મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.