શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલ,ગોધરા તેમજ અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગ અંતર્ગત “આઈ.પી.દેસાઈનાં સમાજશાસ્ત્રીય અભ્યાસ અને કાર્યો” વિષય પર વર્ગ ચર્ચા કરાઈ

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર સેમેસ્ટર-1 અને સેમેસ્ટર -3 નાં સંયુક્ત ઉપક્રમે પ્રખર ભારતીય સમાજશાસ્ત્રી એવાં આઈ.પી.દેસાઈ (ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ -31 મી જુલાઇ 1911 થી 26 મી જાન્યુઆરી 1985) ની 114 મી જન્મજયંતિ નિમિત્તે આઈ.પી.દેસાઈનાં જીવન-કવન, તેમનાં સમાજશાસ્ત્રીય અભ્યાસો તેમજ તેમનાં ભારતીય સમાજ અંગેનાં લાક્ષણિક દ્રષ્ટિકોણ વિશે અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રનાં વિદ્યાર્થીઓ સાથે વર્ગ ચર્ચા તેમજ પ્રશ્નોતરી કાળ યોજવામાંઆવી.

ઉપરોક્ત કાર્યક્રમ માટે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરાનાં કુલપતિ પ્રો. ડો. પ્રતાપસિંહજી ચૌહાણ તેમજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરાનાં કુલસચિવ ડો.અનિલભાઈ સોલંકી એ પ્રેરણા આપી હતી, તેમજ અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્રનાં વિભાગીય અધ્યક્ષ ડો જગદીશભાઈ પટેલે માર્ગદર્શન તેમજ આશિર્વચન પાઠવ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ વક્તા તરીકે અનુસ્નાતક વિભાગ, સમાજશાસ્ત્રનાં અધ્યાપક પ્રા.પ્રહલાદભાઈ વણઝારા, ડો. દિપીકાબેન પરમાર તેમજ પ્રા. કરણભાઈ ભિલેચા દ્વારા કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર નાં 75 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં વિધાર્થી મેહુલ તેમજ વિધાર્થિની હસુમતીબેન દ્વારા પ્રતિભાવ આપવામાં આવેલ હતું, તેમજ સમગ્ર કાર્યક્રમમાં વિધાર્થી હિતેશ બારીઆનો સહયોગ સાંપડ્યો હતો. આ કાર્યક્રમની સફળતા માટે ડો અનિલભાઈ લકુમ, ડો. રાજુભાઇ ભુરિયા, ડો. કામીનીબેન દશોરા, ડો. હરેશભાઈ ઘોણાએ અભિનંદન પાઠવ્યા હતા.