વેજલપુર ગામમાં પ્રગતિપંથ ઉપર ગેરકાયદેસર કેબીનો મૂકી મસ મોટા દબાણો દૂર કરવા એક જાગૃત નાગરિક દ્વારા લેખિત રજુઆત

કાલોલ તાલુકાના વેજલપુર ગામમા દબાણો યથાવત એક પછી અનેક અરજદારો ની દબાણો દૂર કરવા લેખિત રજુઆત તેમ છતાં દબાણો દૂર કરવામાં વેજલપુર ગ્રામ પંચાયત નિષ્ફળ વેજલપુર ગ્રામ પંચાયત વેહલી તકે દબાણો દૂર કરે તેવી ગામના અરજદારો ની માંગ વેજલપુર ગામે ખરસાલીયા ચોકડી થી લઈ ગામમાં જવાના મેન રોડ ઉપર પોલીસ સ્ટેશન લાઈન ગ્રામ પંચાયતની બાજુમાં ફોરેસ્ટ ઓફિસની બાજુમાં તમામ સરકારી કચેરી આગળ મસ મોટા ગેરકાયદેસર કેબીનો મૂકવામાં આવ્યા છીએ.

ત્યારે ગામના એક જાગૃત નાગરિક દ્વારા આપેલ અરજી મુજબ ખરસાલીયા ચોકડી થી લઈ ગામમાં જવાના મેન રોડ ઉપર ગેરકાયદેસર કેબીન પ્રકાશ નામના ઇસમને ફાળવવામાં આવેલ છે અને વધુમાં આવા અન્ય ગેરકાયદેસર કેબીનો મુકવા માટે અન્ય બીજા ઇસમોને પણ જગ્યા ફાળવવામાં આવેલ છે. ત્યારે આ કેબીનો મુકવા માટે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરનો ઠરાવ કરીને કેબીનો મુકવામાં આવેલ છે.

ત્યારે આ પ્રગતિના પંથ ઉપર વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા પોતાની સંતાનો દુરઉપયોગ કરીને આ ગેરકાયદેસર કેબીનો મૂકીને દબાણો ઉભા કર્યા છીએ ત્યારે ગેરકાયદેસરને કાયદેસર રીતે ઉપયોગ કરીને કેબીનો મૂકીને ધંધો વેપાર કરતા ઈસમો દ્વારા કેબીનની ફાળવેલ જગ્યા ઉપરાંતની જગ્યામાં મેન રસ્તા ઉપર મોટા પ્રમાણમાં દુકાનોનો માલ સામાન ટેબલ ખુશી સેડ જેવા મોટા દબાણો બહાર કાઢીને રાહદારીઓને અવર જવર કરવામાં અડચણો ઉભી થતી હોય તેમજ તેજ રસ્તા ઉપર થી અવર જવર કરતા નાના મોટા વાહનો પ્રસાર થતા હોય ત્યારે પ્રગતિપંથ ઉપર કરેલ દબાણદારો રસ્તા વચ્ચે પોતાનો માલ સામાન મુકતા હોય જેથી વાહનો તેમજ રાહદારીઓને અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને રાહદારીઓને અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

જેથી પ્રગતિના પંથ ઉપર મુકેલા અને કેબીનો નામે ઓરખાતા મસમોટા દબાણો તાત્કાલિક ધોરણે હટાવવામા આવે તેમજ બીજી બાજુ ફોરેસ્ટ ઓફીસ થી લઈ ખરસાલીયા ચોકડી સુધીના કેબીનો મૂકવામાં આવેલા છે. ત્યાં પણ મોટા પ્રમાણમાં દબાણો કરવામાં આવેલ છે આ મસ મોટા દબાણોને લઈને ભવિષ્યમાં ગંભીર અને ગમખ્વાર અકસ્માતો થવાની શક્યતાઓ છે અને વધુમાં દબાણો દૂર કરવા માટે કરેલ અરજીમાં જણાવ્યા મુજબ પ્રકાશ નામનો ઈસમ ભાટિયા મોબાઈલ નામની દુકાન ચલાવે છે, તે દુકાન ઉપરાંત તે દુકાનદારે અડધા રોડ ઉપર કોઈ પણ સ્થાનિક પંચાયતની મંજૂરી વગર શેડ બાંધીને મોટા પ્રમાણમાં લાંબો ઓટલો બનાવીને બિન હકકે દબાણ કરવામાં આવેલ છે, તે દબાણ તાત્કાલિક ધોરણે દૂર કરવા તેમજ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા પ્રકાશ નામના ઇસમને માત્ર બેજ કેબીન મુકવા માટે જગ્યા ફાળવી હતી ત્યારે તે ઇસમે અન્ય બીજા કેબીનો ગેરકાયદેસર અને કોઈ પણ સ્થાનિક ગ્રામ પંચાયતની મજૂરી વગર બીજા ચાર કેબીન મૂકીને ગેરકાયદેસર દબાણ કરેલ છે અને ટાફિક અડચણરૂપ દબાણ હોય તે દબાણો દૂર કરવામાં આવે અને જો આ દબાણો વહેલી તકે દૂર નહિ કરવામાં આવે તો ના છૂટકે ઉપલી કચેરીમાં રજુઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.