કાલોલના સર્કલ મામલતદારે જેતપુર પાસેથી ગેરકાયદેસર રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી

કાલોલ પંથકમાં ગેરકાયદેસર રેતી ખનન પૂરજોશમાં ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં બે વાહનો પકડાયા બાદ પણ ગેરકાયદેર ખનનની કામગીરી બંધ થઈ નથી. ત્યારે ગુરૂવારે કાલોલના સર્કલ મામલતદાર રાકેશ સુથારીયા એ તાલુકાના જેતપુર પાસેથી ગેરકાયદેસર રીતે રેતી ભરી જતુ ટ્રેકટર ઝડપી પાડ્યું હતું અને ચાલક પાસે રેતીનો કોઇ પાસ પરમીટ ન હોય ત્રણ ટન જેટલી રેતી ભરેલુ ટ્રેકટર જીજે-17-એએન-1934 નંબર ના ટેક્ટર ને મામલતદાર કચેરીમાં મુકાવી ટ્રેકટર માલીક તેજાજી વંઝારા સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે જીલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.