- ઓરડાના બાંધકામમા વિલંબ થતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર.
ઝાલોદ તાલુકાના સિમલિયા મુખ્ય પ્રાથમિક શાળા આવેલ છે. જયા જર્જરિત હાલતમા આવેલ ઓરડાઓને તોડી પાડી આધુનિક રીતે નવીન બાંધકામ અર્થે તોડી પડાયા બાદ પણ છેલ્લા ઘણા વર્ષો ઉપરાંતથી જમીનદોસ્ત હાલતમા હોવાથી બાળકોના અભ્યાસ પર,માઠી અસર પડી શકે છે, છતાં પણ બાંધકામમા વિલંબ થતા અભ્યાસ અર્થે આવતા બાળકોને બે પાળી કરી અભ્યાસ કરાવવા શિક્ષકો મજબુર ત્યારે આવી સ્થિતીમા બાળકના શિક્ષણ અભ્યાસ પર માઠી અસર પણ પડી શકે..? પ્રા.શાળામાં ભણતા બાળકો માટે નવા અભ્યાસ રૂમો માટે જુના જર્જરિત ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવા માટે મંજુરી પણ સરકાર તરફથી આપવામાં આવેલ છે. પરંતુ અધિકારીઓને દાવા જુના શાળાના ઓરડાનુ નવુ સુવિધાસભર ઓરડા બનાવી આપવા માટે વિલંબ શા માટે છે. છતાંય પણ જવાબદાર તંત્રની નિષ્કાળજીના કારણે શાળાનુ નવીન બાંધકામ હજીય સુધી બન્યુ નથી.
ત્યારે આ સંદર્ભે ઝાલોદ આપ નેતા અનિલભાઇ ગરાસિયા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ શાળાની મુલાકાત લઈ સરકારની વિકાસની પોલ ખોલીને શિક્ષણ જગતની વાસ્તવિકતા તંત્ર સુધી પહોચે અને ત્વરિત ઝડપી શાળાના ઓરડા બાંધકામ થાય અને ગ્રામજનોના વિકાસ તેમજ બાળકોના ભવિષ્ય વિશે ત્વરિત પગલા ભરવા માંગ કરી હતી.
શાળાના જર્જરિત ઓરડા ખાસ્સા સમયથી જમીનદોસ્ત કરી દેવાયા છે. જેથી બાળકોને ઓરડાની અછત હોવાથી બે પાળીમા અભ્યાસ કરવા મજબુર છે. આવી સ્થિતીમા બાળકોએ તેમજ શિક્ષકોએ હાલાકી ભોગવવી પડે છે, તેમજ બાળકોના 500 કરતા વધુ અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડતી જોવા મળે છે. નવીન બાંધકામ માટે કયારની મંજુરી મળી ચુકી છે, તે છતા વારંવાર રજૂઆત કરવા છતાય વિલંબ શા માટે…? ખમણ રમેશભાઈ, તલના સ્થાનિક….