કાલોલ પોલીસ મથકના વિશ્વાસઘાત ઠગાઈના ગુનામાં નાસતા ફરતા આરોપી અંગે પેરોલ સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે ગોન્દ્રા સર્કલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પોલીસ મથકના 2023ના ઈ.પી.કો. કલમ 406,420,114 ગુનામાં આરોપી ઈમરાન અબ્દુલ રહેમાન મકરાણી (રહે. છોટાઉદેપુર, મસ્જીદ મહોલ્લા, છોટાઉદેપુર) અંગે પંચમહાલ પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી હાલ ગોન્દ્રા સર્કલ ગોધરા ખાતે ઉભો છે. તેવી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા અને કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.